પોર્ટુગલ: ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આખરે આ સિઝનમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગ (EPL)માં તેનો પ્રથમ ગોલ (Cristiano Ronaldo 700th club goal) કરવામાં સફળ રહ્યો, જે ક્લબ ફૂટબોલમાં તેનો 700મો ગોલ છે. રોનાલ્ડો આવું કરનાર ઇતિહાસનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
પોર્ટુગલના આ સ્ટાર સ્ટ્રાઈકરના ગોલની મદદથી માન્ચેસ્ટર યુનાઈટેડએ એવર્ટનને (manchester united beat Everton) 2-1થી હરાવ્યું હતું.
રોનાલ્ડોના કુલ 700 ક્લબ ગોલ બાદ બીજા નંબરે લિયોનેલ મેસ્સી છે, જેના ખાતામાં કુલ 690 ગોલ છે, જ્યારે બ્રાઝિલના દિગ્ગજ ખેલાડી પેલે ત્રીજા નંબર પર છે.
રોનાલ્ડોએ એવર્ટન સામે યુનાઇટેડ માટે વિજયી ગોલ કર્યાના 20 વર્ષ અને બે દિવસ પછી 2002માં સ્પોર્ટિંગ માટે રમતા ક્લબમાં પ્રવેશ કર્યો હતો.
144મો ગોલ: માન્ચેસ્ટર યુનાઈટેડ માટે રોનાલ્ડોનો આ 144મો ગોલ હતો. રોનાલ્ડોએ જુવેન્ટસ તરફથી રમતા 101 ગોલ કર્યા હતા. રોનાલ્ડોએ સ્પોર્ટિંગ માટે પાંચ ગોલ પણ કર્યા છે. હાલમાં ખરાબ પ્રદર્શનથી ઝઝૂમી રહેલા રોનાલ્ડો માટે આ સિઝનનો આ માત્ર બીજો ગોલ છે.
ગોલ બાદ રોનાલ્ડોએ ખૂબ જ ખાસ પોઝ આપીને ઉજવણી કરી હતી.