બ્યુનોસ આયર્સ: આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ટીમ તરફથી રમનારા સ્પેનની ફૂટબોલ ક્લબ બાર્સિલોનાના કેપ્ટન અને સ્ટાર ખેલાડી લિયોનેલ મેસ્સીએ કોરોના વાઈરસ સામે લડવા માટે પોતાના દેશની એક હોસ્પિટલમાં 5 મિલિયન યુરો આપ્યા છે.
બ્યુનોસ આયર્સમાં ફાઉન્ડેશને કહ્યું છે કે, મેસ્સીએ 5,40,000 યુરો(લગભગ ચાર કરોડ રૂપિયા)ની મદદ કરી છે. આ રકમ સાથે આરોગ્ય કર્મચારીઓને તમામ રક્ષણાત્મક વસ્તુઓ પ્રદાન કરવા માટે PPE કીટ પણ દાન કરવામાં આવી છે.
બાર્સેલોનાની ટીમના ફોરવર્ડ મેસ્સીએ ફાઉન્ડેશનને સાન્ટા ફે અને બ્યુનોસ એરેસ પ્રાંતમાં તેમજ બ્યુનોસ એરેસના સ્વાયત શહેરની હોસ્પિટલો માટે વેન્ટીલેટર, ઈન્ફ્યુઝન પમ્પ અને કમ્પ્યુટર ખરીદવા માટે મદદ કરી છે.
આધુનિક વેન્ટિલેશન સાધનો અને અન્ય રક્ષણાત્મક વસ્તુઓ ટૂંક સમયમાં હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવશે. ચેપ સામે લડતા લોકોને આનાથી લાભ થશે.
આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસ્સીએ અગાઉ કોરોના વાઈરસ સામે લડવા માટે બાર્સિલોનાની એક હોસ્પિટલમાં 1 મિલિયન યુરો દાન આપ્યું હતું. મેસ્સીએ આ રકમ હોસ્પિટલના ક્લિનિક્સ અને જાહેર હોસ્પિટલોને આપી હતી. જેની પુષ્ટિ હોસ્પિટલ દ્વારા જ ટ્વિટર પર કરવામાં આવી હતી.