રાંચીઃ ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને રમત-ગમત વિભાગને આવનારા વર્ષે યોજાનાર અંડર-17 મહિલા વર્લ્ડ કપ ફૂટબોલ 2020 માટે ભારતની 35 સભ્યોની સંભવિત ટીમમાં પસંદગી પામેલી રાજ્યની 12 ખેલાડીઓ માટે પ્રેક્ટિસની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે.
જાહેર કરેલા નિવેદન આનુસાર ગુરુવારે સમીક્ષા બેઠક દરમિયાન તેમણે રમત-ગમત વિભાગની સચિવ પૂજા સિંઘલને ખેલાડીઓ માટે રહેવાની વ્યવસ્થા અને યોગ્ય ભોજનની વ્યવસ્થા કરવા પણ આદેશ આપ્યો છે.
સિંઘલે કહ્યું કે, રમત-ગમત વિભાગના સંબંધિત અધિકારીઓને ખેલાડી માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આવનારા વર્ષે 17 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી ફીફા અંડર-17 મહિલા વર્લ્ડ કપનું આયોજન ભારત કરશે. પહેલા આ ટૂર્નામેન્ટ આ વર્ષે નવેમ્બરમાં થવાની હતી, પરંતુ કોવિડ-19 મહામારીના કારણે ટૂર્નામેન્ટ સ્થગિત કરવામાં આવી હતી.
આ અગાઉ ફૂટબોલની વૈશ્વિક સંચાલન સંસ્થા ફીફાએ આવનારા વર્ષે 17 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી થાનારા ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.
ટૂર્નામેન્ટનો ક્વાર્ટર ફાઈનલ અમદાવાદ, નવી મુંબઈ, ભુવનેશ્વર અને કલકત્તામાં થશે. 2 સેમી ફાઈનલ 3 માર્ચના રોજ નવી મુંબઈ અને ભુવનેશ્વરમાં એક સાથે યોજવામાં આવશે. નવી મુંબઈને ફાઈનલ અને ત્રીજા સ્થાનના ક્લાસિફિકેશન મેચની મેજબાની આપવામાં આવી છે.
ટૂર્નામેન્ટની શરૂઆત ગુવાહાટી અને ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં 2-2 મેચ સાથે થશે.