નવી દિલ્હીઃ દેશભરના ક્રિકેટ પ્રેમીઓના દિલ પર રાજ કરનાર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો 7 જુલાઈએ જન્મદિવસ છે. આ ખાસ દિવસે ધોની 42 વર્ષનો થશે. માહીના જન્મદિવસને લઈને તેના ચાહકોમાં અનેરો ઉત્સાહ છે. ચાહકોએ પોતાના ફેવરિટ ક્રિકેટરનો જન્મદિવસ ઉજવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન હૈદરાબાદમાં ધોનીના ચાહકોએ તેને જન્મદિવસની એડવાન્સ ગિફ્ટ આપી છે. ધોનીએ કદાચ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ પછી પણ ચાહકોમાં માહીનો ક્રેઝ આજે પણ ઓછો નથી.
-
52 feet cut-out of MS Dhoni in Hyderabad for his birthday celebration.
— Johns. (@CricCrazyJohns) July 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The craze for MS Dhoni. pic.twitter.com/i8pVCXHc2H
">52 feet cut-out of MS Dhoni in Hyderabad for his birthday celebration.
— Johns. (@CricCrazyJohns) July 6, 2023
The craze for MS Dhoni. pic.twitter.com/i8pVCXHc2H52 feet cut-out of MS Dhoni in Hyderabad for his birthday celebration.
— Johns. (@CricCrazyJohns) July 6, 2023
The craze for MS Dhoni. pic.twitter.com/i8pVCXHc2H
ધોનીનો 52 ફૂટ કટ આઉટઃ કૂલ કેપ્ટન ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 16મી સિઝનનું ટાઈટલ જીતી લીધું છે. CSKની આ 5મી ટ્રોફી હતી. ચાહકોમાં માહીનો ક્રેઝ આજે પણ ચાલુ છે. જ્યારે ધોની ટીમ ઈન્ડિયા માટે ક્રિકેટ રમતો હતો, તે સમયે ફેન્સ ધોનીના દિવાના હતા. હવે ચાહકો 7મી જુલાઈએ તેમના જન્મદિવસની તૈયારીઓમાં વ્યસ્ત છે. હૈદરાબાદમાં એમએસ ધોનીના જન્મદિવસ પહેલા, 6 જુલાઈ, ગુરુવારે, ચાહકોએ તેને એક સુંદર એડવાન્સ ગિફ્ટ આપી છે.
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડીંગ: હૈદરાબાદી પ્રશંસકોએ ધોનીનો 52 ફૂટ ઊંચો કટ આઉટ લગાવ્યો છે. તેનો ફોટો સોશિયલ મીડિયા પર ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે. આ તસવીરમાં ધોની હાથમાં બેટ લઈને ઉભો જોવા મળી રહ્યો છે. ઈન્ટરનેટ પર અત્યાર સુધીમાં 12 લાખથી વધુ લોકો ધોનીની આ તસવીર જોઈ ચૂક્યા છે. આ સાથે, 8 હજારથી વધુ ચાહકોએ લાઇક કર્યું છે અને સતત આ ફોટા પર કોમેન્ટ કરીને ધોનીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
આ પણ વાંચો: