અમદાવાદ: ગાંધીનગરમાં આવેલી કર્ણાવતી યુનિવર્સિટી (karnavati university gandhinagar)ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ક્રિકેટર કપિલ દેવ (karnavati university brand ambassador)ની વરણી કરવામાં આવી છે. સાથે સાથે તેઓ ગવર્નિંગ બોર્ડના સભ્ય પણ બન્યા છે. 1983 ક્રિકેટ વર્લ્ડ કપ (1983 world cup winner) વિજેતા કેપ્ટન કપિલ દેવ આજે અમદાવાદ (Kapil Dev In Ahmedabad)ના મહેમાન બન્યા હતા. તેમની ગાંધીનગરના ઉરવાસદમાં આવેલી ખાનગી યુનિવર્સિટી કર્ણાવતી યુનિવર્સિટીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચો: કર્ણાવતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓએ 156 જેટલી આઈપી બનાવી વિક્રમ સર્જ્યો
પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું એ સરકાર નક્કી કરશે- કપિલ દેવે જણાવ્યું હતું કે, પાકિસ્તાન (india pakistan cricket news) સાથે રમવા દરેક ખેલાડી તૈયાર હોય છે. પણ ક્રિકેટ પહેલા દેશ હોવો જોઈએ અને તેના પણ પ્રોટોકોલ હોય છે. તે માટે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું કે ન રમવું એ સરકાર નક્કી કરશે. તેમણે કહ્યું કે, પહેલા દેશમાં રમતગમત પર જોઈએ એ પ્રમાણે કામ કરવામાં આવતું નહોતું. પરંતુ છેલ્લા કેટલા સમયથી રમતગમત (Sports In India)માં દેશની યુનિવર્સિટી સારું કામ કરી રહી છે. જેના કારણે આજે ક્રિકેટ સિવાય પણ અન્ય રમતમાં દેશનું નામ ઉજ્જવળ થઈ રહ્યું છે.
આ પણ વાંચો: પૂર્વ ક્રિકેટર કપિલ દેવ સુરતની મુલાકાતે, કહ્યું- એક મેચ હારવાથી ભારતીય ટીમ નબળી છે એવું હું નથી માનતો
વર્લ્ડ કપ જીતાવનારા સૌથી યુવા કેપ્ટન- તેઓ આ અંતર્ગત કર્ણાવતી યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં હાજરી આપવા અમદાવાદના મહેમાન બન્યા હતા. 1983ના વર્લ્ડ કપ માટે ટીમની જવાબદારી કપિલ દેવને સોંપવામાં આવી હતી. સાથે તેમણે વર્લ્ડકપમાં સૌથી યુવાન એટલે કે, 24 વર્ષેની વયે કેપ્ટન (youngest captain in cricket world cup)બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો. સાથે જ વર્લ્ડ કપ જીતાવનારા સૌથી યુવા કેપ્ટન બન્યા હતા.