નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન ઈશાન કિશને વનડેમાં બેવડી સદી ફટકારીને (Ishan Kishan scored a double century in ODIs) એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે બેવડી સદી ફટકારનાર ખેલાડીઓની ક્લબમાં સામેલ થઈ ગયો છે. તેણે બાંગ્લાદેશ સામે આ સિદ્ધિ મેળવી છે. ઈશાન કિશને સૌથી ઝડપી બેવડી સદી ફટકારી છે. તેણે 126 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. આ પછી ઈશાન કિશન 131 બોલમાં 210 રન બનાવીને તસ્કીનના હાથે કેચ આઉટ થયો હતો. આ ઇનિંગમાં તેણે 24 ચોગ્ગા અને 10 શાનદાર છગ્ગા ફટકાર્યા હતા.
બેવડી સદી ફટકારનાર ચોથો ભારતીય ક્રિકેટર બની ગયો: ભારતીય ટીમ તરફથી અત્યાર સુધી બેવડી સદી ફટકારનારા ખેલાડીઓમાં સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્માનું નામ સામેલ છે. આ રીતે જોવામાં આવે તો ઇશાન કિશન બેવડી સદી ફટકારનાર ચોથો ભારતીય ક્રિકેટર બની ગયો છે. તમને જણાવી દઈએ કે, ODI ક્રિકેટમાં પ્રથમ વખત માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે બેવડી સદી ફટકારી હતી. તેણે વર્ષ 2010માં દક્ષિણ આફ્રિકા સામે આ સદી ફટકારી હતી.