દુબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની 29મી મેચ ત્રણ વખત આઈપીએલ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ 2016ની ચેમ્પિયન સનરાઈઝર્સ હૈદરાબાદ સામે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ સીઝનમાં બંન્ને ટીમ પહેલા પણ આમને-સામને ટક્કરાઈ ચૂકી છે. જેમાં હૈદરાબાદને 7 રનથી જીત મળી હતી. આ મેચમાં બંન્ને ટીમની નજર જીત પર રહેશે. જ્યારે ચેન્નઈ અને હૈદરાબાદને આ મેચમાં મજબુત પ્લેઈંગ ઈલેવન સાથે ઉતરવું પડશે.
આ મેચમાં જો Dream 11 ટીમની વાત કરવામાં આવે તો સાવધાની પૂર્વક ખેલાડીઓની પસંદગી કરવી પડશે. જેથી વધુ પોઈન્ટ મળી શકે. આવો જોઈએ SRH vs CSKના મેચની મજબુત Dream 11 ટીમ વિશે
આ સીઝન ચેન્નઈ માટે સતત પ્રદર્શન કરનાર એકમાત્ર ખેલાડી ફૉફ ડુપ્લેસિસ છે. જે હૈદરાબાદની બેટિંગ ટીમોનો મજબુત પોઈન્ટ છે. જેમાં કેપ્ટન ડેવિડ વૉર્નર, મનીષ પાંડે અને કેન વિલિયમ્સન જેવા શાનદાર બેટ્સમેન છે.
વિકેટ કિપરના રુપમાં Dream 11 ટીમમાં ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સામેલ કરવાનો યોગ્ય નિર્ણય હશે. SRH vs CSKની Dream 11 ટીમ માટે ઑલરાઉન્ડર તરીકે સૈમ કર્ન અને વિજય શંકરને તક આપવાનો નિર્ણય લીધો છે. જે બોલ અને બેટ બંન્નેની મદદથી કમાલ દેખાડશે.
સંભવિત ટીમ :
ચેન્નઈ સુપર કિંગ્સ : મહેન્દ્ર સિહ ધોની, એમ વિજય, અંબાતી રાયડુ,ફાફ ડુ પ્લેસીસ, શેન વૉટસન, કેદાર જાધવ, ડ્વેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, લુંગી એનગિડી, દિપક ચહર, પિયુષ ચાવલા, ઇમરાન તાહિર, મિશેલ સંતનર, જોશ હેઝલવુડ, શાર્દુલ ઠાકુર, સેમ કુરાન, એન જગદીશન, કેએમ આસિફ, મોનુ કુમાર,સાંઇ કિશોર, રિતુરાજ ગાયકવાડ, સૈમ કરન
સનરાઇઝર્સ હૈદરાબાદ: ડેવિડ વૉર્નર, અભિષેક શર્મા, બાસિલ થમ્પી, ભુવનેશ્વર કુમાર, બિલી સ્ટેનલેક, જૉની બેયરસ્ટો, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, મોહમ્મદ નબી, રાશિદ ખાન, સંદીપ શર્મા, શાહબાજ નદીમ, શ્રીવત્સ ગોસ્વામી, સિદ્ધાર્થ કૌલ, ખલીલ અહમદ, ટી નટરાજન, વિજય શંકર, રિદ્ધિમાન સાહા, વિરાટ સિંહ, પ્રીયમ ગર્ગ, જેસન હોલ્ડર, સંદીપ બબાંકા, ફાબિયાન એલેન, અબ્દુલ સમદ, સંજય યાદવ