રાજસ્થાનની ટીમે પોતાના કેપ્ટનને બદલતાની સાથે જ ફરીથી ગાડી જીતના પાટા પર ચાલવા માંડી છે. અજિંક્ય રહાણેની જગ્યાએ નવા કેપ્ટન સ્ટીવન સ્મિથના હાથોમાં ટીમની કમાન હાથમાં આવતાની જ પોતાના ઘરમાં પૂર્વ ચેમ્પિયન નિવડેલા મુંબઇ ઇન્ડિયનને 5 વિકેટથી કારમી હાર આપી છે.
તો સ્મિથના બનવાની સાથે જ તેના બેટથી રન બનવાનું શરૂ થઇ ગયું છે. મુંબઇના વિરૂદ્ધ તેઓએ નાબાદ 59 રનની દાવ રમીને 162 રનના લક્ષ્યાંકને હાંસલ કર્યો હતો.
રાજસ્થાને 9 મેચમાં ત્રણ જીત અને 6 હારની સાથે 6 પોઇન્ટ સાથે તાલિકામાં 7માં સ્થાને છે. પ્લે ઑફમાં પહોંચવાની પોતાની આશાને જીવંત રાખવા માટે ટીમ હવે પછીના તમામ મેચ જીતવા અનિવાર્ય છે.
તો આ સિઝનમાં અદ્દભુત પ્રદર્શન કરનારી દિલ્હીએ પણ પોતાના પહેલાની મેચમાં પોતાનું ઘર ગણાતા ફિરોજશાહ કોટલા મેદાન પર કિંગ્સ 11 પંજાબને 5 વિકેટથી હાર આપી હતી.
તો અત્યાર સુધીમાં 10 મેચમાંથી 6 મેચ જીતી ચૂક્યા છે, જ્યારે 4 મેચમાં હાર મેળવી છે, જેની સાથે 12 પોઇન્ટની સાથે 3 સ્થાન પર કાયમ છે. જેથી દિલ્હી માટે પ્લે ઑફની રાહ સરળ રહેશે.
દિલ્હીએ ફરી એક વાર પોતાના સ્ટાર બેટ્સમેન શિખર ધવન અને કેપ્ટન શ્રેયસ અય્યરથી સારૂ પ્રદર્શનની આશા હતી. બન્ને ખેલાડીઓએ પાછલી મેચોમાં ક્રમશ: 56 નોટ આઉટ
અને 58 રનની ઇનિંગ રમીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
તો બોલીંગમાં ટીમને પોતાના સ્ટાર બોલર કગિસો રબાડા પાસેથી ઘણી આશાઓ હતી. તેણે અત્યાર સુધીમાં 21 વિકેટો સાથે બોલરોની લિસ્ટમાં સૌથી આગળ ચાલી રહ્યાં છે.
તો રબાડા સિવાય સંદીપ લામિછાને પર પણ સૌની નજર રહેશે, જેમણે છેલ્લી મેચમાં 3 વિકેટ હાંસલ કર્યા હતા. તો કુલ 5 મેચમાં 8 વિકેટ હાંસલ કરી ચૂક્યાં છે.
સંભવિત ટીમ:
દિલ્હી કેપિટલ્સ: શ્રેયસ અય્યર (બેટ્સમેન), રૂષભ પંત (વિકેટકીપર), પૃથ્વી શૉ, અમિત મિશ્રા, અવેશ ખાન, રાહુલ તેવલિયા, જયંત યાદવ, કૉલિન મુનરો, ક્રિસ મૌરિસ, કગિસો રબાડા, સંદીપ લામછિને, ટ્રેટ બાઇલ્ટ, શિખર ધવન, હનુમા વિહારી, અક્ષર પટેલ, ઇશાંત શર્મા, અંકુશ બૈંસ, નાથુ સિંહ, કોલિન ઇંગ્રામ, શેરફેન રદરફોર્ડ, કીમો પૉલ, જલજ સક્સેના, બંડારૂ અયપ્પા
રાજસ્થાન રૉયલ્સ: અજિંક્યા રહાણે (કેપ્ટન), કૃષ્ણાપ્પા ગૌતમ, સંજૂ સૈમસન, શ્રેયસ ગોપાલ, આર્યમાન બિડલા, એસ.મિધુન, પ્રશાંત ચોપડા, સ્ટુઅર્ટ બિન્ની, રાહુલ ત્રિપાઠી, બેન સ્ટોક્સ, સ્ટીવ સ્મિથ, જોસ બટલર, જોફ્રા આર્ચર, ઇશ સોઢી, ધવલ કુલર્ણી, મહિપાલ લોમરોર, જયદેવ ઉનડકત, વરૂણ ઍરૉન, ઓશેન થૉમસ, લિયામ લિવિંગસ્ટોમ, શુભમ રંજાને, મનન વોહરા એશ્ટન ટર્નર, રિયાન પરાગ