ETV Bharat / sports

IND vs AUs 2nd Test : ઓસ્ટ્રેલિયાની છ વિકેટ પડી, અશ્વિને ત્રણ વિકેટ લીધી - બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ટોસ જીતીને બેટિંગ કરી રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે 46 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 171 રન બનાવી લીધા છે.

ઓસ્ટ્રેલિયાની છ વિકેટ પડી
ઓસ્ટ્રેલિયાની છ વિકેટ પડી
author img

By

Published : Feb 17, 2023, 3:15 PM IST

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને ભારતીય ટીમ વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ટોસ જીતીને બેટિંગ કરી રહી છે. બંને ઓપનર ધીમી પરંતુ મક્કમ શરૂઆત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની ટીમે 46 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 171 રન બનાવી લીધા છે. પીટર હેન્ડ્સકોમ્બ 17 રન બનાવીને રમી રહ્યો છે. એલેક્સ કેરી બાદ કેપ્ટન પેટ કમિન્સ મેદાનમાં આવ્યો છે.

મોહમ્મદ શમીએ બે વિકેટ ઝડપી: શમીએ 15 રનના સ્કોર પર ડેવિડ વોર્નરને આઉટ કર્યો હતો. 44 બોલમાં 3 ચોગ્ગાની મદદથી માત્ર 15 રન બનાવીને વિકેટ પાછળ કેચ થયો હતો. આ દરમિયાન વોર્નરે ખ્વાજા સાથે પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. શમીએ કેએલ રાહુલને કેચ સોંપ્યો હતો. તેણે 30 બોલમાં 12 રન બનાવ્યા હતા. લાબુશેને 25 બોલમાં 18 રન બનાવ્યા હતા. આ સાથે જ સ્ટીવ સ્મિથ પણ કોઈ રન બનાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. સ્મિથને કેએસ ભરથે કેચ કરાવ્યો હતો. તેણે બે બોલ રમ્યા. અશ્વિને એલેક્સ કેરીને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન મોકલી દીધો હતો. કેરીએ પાંચ બોલ રમ્યા.

આ પણ વાંચો: Chetan Sharma Resign: ખેલાડીઓ અંગે મોટો ધડાકો કરી શર્માએ રાજીનામૂ આપ્યું

રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી: રવિન્દ્ર જાડેજાએ ઉસ્માન ખ્વાજાને કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ખ્વાજાએ 125 બોલમાં 81 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગા પણ ફટકાર્યા હતા. ભારતીય ટીમમાં સૂર્યકુમાર યાદવની જગ્યાએ શ્રેયસ ઐયરને તક આપવામાં આવી છે. આ વાતની શક્યતા પહેલેથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાએ મેટ રેનશોના સ્થાને ટ્રેવિસ હેડને ટીમમાં સામેલ કર્યો છે, આ રીતે, બંને ટીમમાં માત્ર બેટિંગમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાએ 43માં જીત મેળવી: ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે કુલ 103 ટેસ્ટ મેચ રમાઈ છે. ઓસ્ટ્રેલિયાએ 43માં જીત મેળવી છે જ્યારે ભારતે 31 મેચ જીતી છે. બંને વચ્ચે ભારતની ધરતી પર 51 મેચ રમાઈ છે, જેમાં ભારતે 22મા જીત હાંસલ કરી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ 13 મેચ જીતી લીધી છે.

આ પણ વાંચો: Test Cricket: રોહિત શર્માને ICC ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો, જ્યારે વિરાટની પીછેહઠ

ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, સૂર્યકુમાર. યાદવ, ઉમેશ યાદવ અને ઈશાન કિશન (વિકેટકીપર).

ઓસ્ટ્રેલિયાની ટીમ: પૈટ કમિંસ (કેપ્ટન), એશ્ટન અગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમરોન ગ્રીન, પીટર હેન્ડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, મેટ કુહનમેન, માર્નસ લાબુશેન, નાથન લિયોન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મેથ્યુ રેનશો, સ્ટીવ સ્મિથ (વાઈસ-કેપ્ટન), મિચેલ સ્ટાર્ક અને ડેવિડ વોર્નર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.