બેંગાલુરુઃ ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડ કપની અત્યાર સુધીની મેચમાંથી 2 મેચ હારી ચૂકી છે જેમાં તેમની બેટિંગ ધારદાર રહી નહતી. જોશ ઈંગ્લિશ અને મિશેલ માર્શ સિવાય અત્યાર સુધી એક પણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નથી. બેંગાલુરુમાં ઓસ્ટ્રેલિયાની આગામી મેચ પાકિસ્તાન સામે છે. આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે ઓસ્ટ્રેલિયાની બેટિંગ મહત્વનું ફેક્ટર બની રહેશે.
બેંગાલુરૂ જેવા સ્થળ પર હાઈ સ્કોરની આશા છે કારણ કરે મેદાન નાનું હોય છે. તેથી હું આ કહેવાની હિંમત કરી શકું છું. અહીંની પિચ હકીકતમાં ખૂબ જ સારી હોય છે. તેથી અમારા માટે બેટિંગ મહત્વનું ફેક્ટર છે. મેચની પ્રી કોન્ફરન્સમાં પેટ કમિન્સે ઓસ્ટ્રેલિયાના બેટિંગ ફેક્ટર વિશે નિવેદન આપ્યું હતું. તેમણે શ્રીલંકા વિરુદ્ધની મેચમાં યોગ્ય વાતાવરણ તૈયાર થયું હોવાનું જણાવ્યું હતું.
છેલ્લી મેચમાં મિશેલ માર્શની અડધી સદી આ વાતાવરણનો એક ભાગ હતો. કમિન્સને આશા છે કે ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત બેટ્સમેન ડેવિડ વોર્નર પણ આગામી મેચીસમાં નિરંતર રન બનાવશે. આપ જાણતા હશો કે મિચી(મિશેલ માર્શ) અને ડેવી (ડેવિડ વોર્નર) પહેલી ઓવરથી રમતને આગળ લઈ જાય છે. અમે અમારા ખેલાડીઓથી આ જ આશા રાખીએ છીએ. તેઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે મોટી સંખ્યામાં રન બનશે.
ઓસ્ટ્રેલિયન કેપ્ટને કહ્યું કે આગામી મેચમાં ઝાંકળ સમસ્યા પણ નડી શકે છે. મને લાગે છે કે આ બાબત મેં પહેલા ટી-20 મેચમાં કહી હતી. આ સમસ્યા અડધી મેચ પર અસર કરી શકે છે, કારણ કે આ સમસ્યા 20 ઓવરને અસર કરશે.
તેથી ખેલાડીઓએ સંતુલન બનાવવું પડશે, બેક એન્ડથી બીજા ક્રમે બોલિંગ કરવી મુશ્કેલ બની શકે છે. સાથે જ પ્રકાશ પણ મેદાન પર હોય છે. રાત્રે બોલ થોડો વધુ સ્વિંગ થઈ શકે છે. તેથી એક સંતુલન બનાવવું આવશ્યક છે. મને આમાં કંઈ સાચું કે ખોટું લાગતું નથી.