ETV Bharat / sports

Olympicsમાં ક્રિકેટના સમાવેશ માટે ICC દ્વારા કોશિશ શરુ

author img

By

Published : Aug 10, 2021, 3:54 PM IST

ક્રિકેટપ્રેમીઓ માટે એક મોટી ખુશખબરી સામે આવી છે. વાસ્તવમાં ICC એ વર્ષ 2028માં યોજાનારી લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાનો પ્રયાસ કર્યો છે.

Olympicsમાં ક્રિકેટના સમાવેશ માટે ICC દ્વારા કોશિશ શરુ
Olympicsમાં ક્રિકેટના સમાવેશ માટે ICC દ્વારા કોશિશ શરુ
  • ક્રિકેટ ચાહકો માટે એક મોટી ખુશખબર
  • લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાનો પ્રયાસ
  • ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) કરી રહી છે પ્રયાસ

ન્યૂઝ ડેસ્કઃ ટોક્યો ઓલિમ્પિક 2020ની સફળતા બાદ હવે દરેકની નજર આગામી ઓલિમ્પિક પર ટકેલી છે. આ દરમિયાન ક્રિકેટ ચાહકો માટે એક મોટી ખુશખબર સામે આવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) વર્ષ 2028માં યોજાનારી લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાનો પ્રયાસ કરી રહી છે.

એક કાર્યકારી જૂથની રચના કરવામાં આવી

ICC દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક કાર્યકારી જૂથની રચના કરવામાં આવી છે. ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવાની પ્રક્રિયા માટે ગ્રુપ જવાબદાર રહેશે. આવી સ્થિતિમાં ક્રિકેટને ઓલિમ્પિક 2028, 2032 અને આગામી ઓલિમ્પિકમાં સામેલ કરવાના પ્રયાસો કરવામાં આવશે.

માગ લાંબા સમયથી છે

નોંધવું જોઇએ કે ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવાની માગ લાંબા સમયથી થઈ રહી છે. BCCI એ ભારત વતી એમ પણ કહ્યું છે કે, જો આવું થશે તો ભારત ચોક્કસપણે તેમાં ભાગ લેશે. હવે જ્યારે ટોક્યો ઓલિમ્પિક્સ 2020 સમાપ્ત થયા બાદ પેરિસ ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે સૌની નજર ભવિષ્ય તરફ ટકેલી છે.

  • ICC to push for cricket’s inclusion in the Olympic Games going forward, starting preparations for a bid on behalf of the sport with the primary target being its addition to the Los Angeles 2028 itinerary: International Cricket Council pic.twitter.com/iXxbIu2lRw

    — ANI (@ANI) August 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ફાયદાકારક સાબિત થવાની દલીલ

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અનુસાર અમેરિકામાં જ આશરે 30 મિલિયન ક્રિકેટપ્રેમીઓ વસે છે. એવામાં અમે વર્ષ 2028 માં યોજાનારી ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાનો પ્રયાસ કરીશું. જો ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

ઓલિમ્પિકમાં ક્રિકેટ ટીમ

જણાવીએ કે હજુ સુધી ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો એક જ વાર સમાવેશ થઇ શક્યો છે. તેમાં પણ બે જ ટીમોએ ભાગ લીધો હતો. આજના જમાનામાં ભારતીય મહાદ્વીપ સહિત દુનિયાના કેટલાય દેશમાં ક્રિકેટની રમત લોકપ્રિય થઇ છે. તો તેને ઓલિમ્પિક્સમાં શામેલ કરવાની માગણી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા સાથે ખાસ વાતચીત, જાણો શું છે તેની ભવિષ્યની યોજનાઓ...

આ પણ વાંચોઃ વિરાટ કોહલી અને આર. અશ્વિને ભારતીય ઓલિમ્પિક રમતવીરોને કહ્યું કે અમને તમારા પર ગર્વ છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.