જેમાં આ કેસની સુનવણી 26 જૂનના રોજ સિડનીની અદાલતમાં થશે. તેડુંલકરના વકિલે અદાલતમાં કેસ દાખલ કર્યો છે, જેમાં તેઓએ કહ્યું છે કે, સ્પાર્ટન સ્પોર્ટસ ઈન્ટરનેશનલે સચિનને બાકી રકમ આપી નથી અને સપ્ટેમ્બર 2018થી 20 લાખ ડૉલરની રકમ બાકી છે.
તેડુંલકર અને કંપની વચ્ચે જૂલાઈ 2016માં એક કરાર કર્યો હતો. જેના મુજબ કંપની દર વર્ષે સચિનને 10 લાખ ડોલર આપવાની હતી. જેના બદલે તેઓ સચિનનો ફોટો તેના પ્રોડ્કટ પર લગાવવા માંગતા હતા. સચિનના વકિલે જણાવ્યું કે, સપ્ટેમ્બર 2018માં સચિને કંપની સાથેના કરારને ખતમ કરીને પોતાનો ફોટો અને નામના ઉપયોગ કરવાની ના પાડી દીધી હતી. આ બધુ કર્યા બાદ પણ સ્પાર્ટન કંપનીએ તેના ફોટોનો ઉપયોગ કરતી રહી. તેથી સચિને આ મામલે કોર્ટમાં કેસ કરીને દાવો કર્યો છે.