- અમદાવાદની અપોલો હોસ્પિટલમાં રવિ શાસ્ત્રીએ મુકાવી કોરોના વેક્સિન
- રવિ શાસ્ત્રીએ કાન્તાબેન અને અપોલોના ડૉક્ટર્સ ટીમની કરી પ્રશંસા
- રવિ શાસ્ત્રીએ કોરોના વેક્સિન લેતા વખતનો ફોટો સોશિયલ મીડિયા પર કર્યો શેર
અમદાવાદઃ ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ મંગળવારે સવારે કોવિડ-19 વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. તેઓ કોરોના વેક્સિનનો ડોઝ મુકાવવા અમદાવાદની અપોલો હોસ્પિટલ પહોંચ્યા હતા. રસી લીધા બાદ રવિ શાસ્ત્રીએ જણાવ્યું કે, હું કાન્તાબેન અને તેમની અપોલોની ટીમથી ખૂબ જ પ્રભાવિત થયો છું. આ સાથે જ રવિ શાસ્ત્રીએ સોશિયલ મીડિયા પર વેક્સિન લેતા સમયનો ફોટો પણ શેર કર્યો હતો. રવિ શાસ્ત્રીએ ડૉક્ટર્સ અને વૈજ્ઞાનિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
કોરોના મહામારી સામે ભારતને સશક્ત બનાવવા માટે વૈજ્ઞાનિકોનો આભારઃ રવિ શાસ્ત્રી
58 વર્ષીય શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. કોરોના મહામારી સામે ભારતને સશક્ત બનાવવા માટે વૈજ્ઞાનિકોનો આભાર. કોવિડ-19 રસીકરણમાં પ્રોફેશનાલિઝમ જોવા મળે છે. આપને જણાવી દઈએ કે, દેશભરમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો સોમવારે શરૂ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. આ ઉપરાંત ઘણા પ્રધાનોએ પણ સોમવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.