કોલકાત્તાઃ કોરોના વાઈરસના સંક્રમણના કારણે IPL-13ને હાલ મોકૂફ રાખવામાં આવી છે. ક્રિકેટ ચાહકો દ્વારા ધોનીના કમબેકની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી. જો કે, ક્રિકેટ ચાહકોને ધોનીની વાપસી માટે હજી રાહ જોવી પડશે. હાલ ધોનીનું કમબેક કરવું મુશ્કેલ લાગી રહ્યું છે. પરંતુ ધોનીના બાળપણના કોચને વિશ્વાસ છે, કે ધોની આગામી રમાનાર ટી-20 વર્લ્ડ કપમાં પોતામાં પોતાનું સ્થાન મેળવી લેશે.
ગત વર્ષે જુલાઈમાં વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ન્યૂઝિલેંન્ડ સામે મળેલી હાર બાદ ધોની ક્રિકેટથી દૂર રહ્યો છે. બેનરજીએ એક ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં IPLનું આયોજન લગભગ મુશ્કેલ છે. આપણે BCCIના નિર્ણયની રાહ જોવી પડશે. ધોનીની સ્થિતિ મુશ્કેલ છે, પરંતુ મારી છઠ્ઠી ઈન્દ્વીય કહે છે કે, તેને ટી-20 વર્લ્ડ કપ રમવાનો મોકો મળશે. જે ધાનીનો છેલ્લો વર્લ્ડ કપ હશે.
કેશવ રંજન બેનરજીએ કહ્યું હતું કે, ધોનીના ચેન્નાઈથી પરત ફર્યા બાદ મે તેની સાથે વાત કરી છે. હું તેના માતા-પિતાના સતત સંપર્કમાં છું, તે ફિટનેશ ટ્રેનિંગ કરી રહ્યો છે અને તે સંપૂર્ણ પણે ફિટ છે.
ભારતના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ આ પહેલા પણ કહ્યું હતું કે, IPL ધોનીનું ભાવિ નક્કી કરશે. IPLમોકૂફ થવાના કારણે સુનીલ ગાવસ્કર અને વિરેન્દ્વ સેહવાગ જેવા દિગ્ગજોએ બે વખત વિશ્વ કપ વિજેતા કેપ્ટન ધોનીના કમબેક પર સવાલ ઉઠાવ્યા હતા.
વધુમાં બેનરજીએ કહ્યું હતું કે, તદન સાચી વાત છે કે, ધોની ગત વર્ષ જુલાઈમાં રમાયેલી વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચ બાદ કોઈ ક્રિકેટ ટુર્નામેન્ટ રમી નથી. જો કે, ધોની પાસે 538 આંતરાષ્ટ્રીય મેચોનો અનુભવ છે. રાંચીમાં હાલ બધુ જ બંધ છે. પરંતુ ધોની ઘરમાં ટ્રેનીંગ કરી રહ્યો છે. તેની પાસે જીમ બેડમિંટન અને રનિંગ કોરીડોરથી લઈને બધુ જ છે.