નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને રવિવારના રોજ બીજી શીર્ષ પરિષદની બેઠક યોજાઇ હતી. જેમાં હાજર અધિકાયોએ જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયામાં એક ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ભારતીય ક્રિકેટરોના સંધ(ICA)ને 2 કરોડ રૂપિયા આપવાની મંજૂરી આપવામાં આવી છે.
આ નિર્ણય પર વિચાર કર્યો અને અમને લાગ્યું કે, ઓસ્ટ્રેલિયા ક્રિકેટની અરજીને પણ ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલ 2 કરોડ રૂપિયાની આપવાની વાત કરવામાં આવી છે, જેમાંથી 50 લાખ રૂપિયા ચૂંટણી દરમિયાન જ આપી દેવામાં આવ્યા છે. હવે બાકીની રકમ(1.5 કરોડ) આપવામાં આવશે, અને તેના માટે આઇસીએને એક નવું પ્રેજટેંશન આપવાની જરૂર છે, અને ત્યારબાદ બાકીની રકમ આપવામાં આવશે.