દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી T-20 મેચ દરમિયાન બ્યૂરેન હેન્ડ્રીક્સને અથડાઈ જવાના કારણે દોષિત ગણવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2016માં ICCના નવા નિયમો લાગૂ થયા બાદ ત્રીજી વાર વિરાટ કોહલીને નેગેટિવ પોઈન્ટ આપવામાં આવ્યો છે. રવિવારે રમાયેલી મેચમાં વિરાટ કોહલી બ્યૂરન હેન્ડ્રીક્સની એક બોલ પર રન લઈ રહ્યાં હતા. ત્યારે હેન્ડ્રીક્સને અથડાઈ ગયો હતો.
આ કારણે વિરાટ કોહલીને ICCના કોડ ઓફ કન્ડકટના પ્રમાણે લેવલ-1નો દોષિત ગણવામાં આવ્યો છે. તેને સત્તાવાર જાણકારી પણ આપવામાં આવી છે. આ સાથે નેગેટિવ અંક પણ જોડવામાં આવ્યો છે.