ઢાંકા : બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મશરફે કોવિડ-19થી સ્વસ્થ થયો છે. તે 20 જૂનના કોરોના વાઈરસની ઝપેટમાં આવ્યો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટને તેમના ફેસબુક પર કોરોના વાઈરસના નેગેટિવ પરિણામની જાણકારી શરે કરી હતી.
પૂર્વ કેપ્ટને કહ્યું કે, આશા છે કે સૌ સ્વસ્થ થઈ જાય. ભગવાનની પ્રાર્થના અને બધાના આશિર્વાદથી મારો કોરોના વાઈરસ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું એ સૌ લોકોનો આભાર માનું છું જે લોકોએ મને મુશ્કેલીના સમયમાં સાથ આપ્યો હતો.
36 વર્ષીય બોલરે કહ્યું કે, હું ઘરમાં રહી ને જ કોરોનાને માત આપવામાં સફળ રહ્યો છું. જે પણ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત છે. તેમને સકારાત્મક બનવાની જરુર છે. તેમજ ભગવાનમાં વિશ્વાસ રાખો અને કોરોના વાઈરસના નિયમોનું પાલન કરો આપણે સૌ સાથે મળી વાઈરસ સામે લડીશું.
મશરફે મુતર્જાની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મશરફે મુતર્જાએ લખ્યું કે, મારી પત્ની 2 અઠવાડિયા બાદ કોરોના સંક્રમિત થઈ છે.
બાંગ્લાદેશના અન્ય 2 ક્રિકેટરો પણ નફીસ અને નજમુલ ઈસ્લામ પણ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. આ સિવાય પાકિસ્તાનના 3 ક્રિકેટરો શાહિદ આફરીદિ, તૌફિક અમર અને ઝફર સપફરાજા પણ કોરોના વાઈરસથી સંક્રમિત થયા હતા. જેમાંથી સરફરાજનું મોત થયું હતું.