- અજમેરની દીકરી પ્રિયંકા શર્મા ક્રિકેટર તેમજ સરકારી શિક્ષક છે
- પ્રિયંકા શર્માએ ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી
- પ્રિયંકાએ તાજેતરમાં યોજાયેલી રણજી ટૂર્નામેન્ટમાં સદી ફટકારી
અજમેર: અજમેરની દીકરીઓ દેશમાં શહેરનું નામ રોશન કરી રહી છે. દેશ અજમેરની દીકરીઓના દાખલા આપે છે. અજમેરની આવી જ એક દીકરી પ્રિયંકા શર્મા કે જે, ક્રિકેટર તેમજ સરકારી શિક્ષક છે. પ્રિયંકા શર્માએ વર્ષ 2020-21નો સુંદર કાંતિ જોશી એવોર્ડ જીત્યો છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ આપેલા અભિનંદન પર મિતાલી રાજની પ્રતિક્રિયા
પ્રિયંકા શર્માની ETV ભારત સાથે વાતચીત
રાજસ્થાન મહિલા ક્રિકેટ ટીમની બેટ્સમેન પ્રિયંકા શર્માએ ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેણે, પોતાની અત્યાર સુધીની યાત્રા વિશેની માહિતી આપતા જણાવ્યું હતું કે, શરૂઆતમાં તેણે તેના ભાઈ અને સ્થાનિક મિત્રો સાથે ક્રિકેટ રમવાનું શરૂ કર્યા બાદ, તેમણે શાળા અને કોલેજ કક્ષાએ પણ ક્રિકેટ રમ્યા હતા. ત્યારબાદ, તેમણે એક પ્રોફેશનલ તરીકે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું.
ક્રિકેટમાં મહિલાઓ પણ ઓછી નથી
ક્રિકેટની રમતને છોકરાઓની રમત માનવામાં આવે છે. તેના જવાબમાં પ્રિયંકાએ કહ્યું કે, આ વાત સાચી છે કે આ રમતમાં છોકરાઓને વધુ મહત્વ આપવામાં આવે છે. પરંતુ, તેને પહેલાથી જ ક્રિકેટ પસંદ હતું. વધુમાં તેણે કહ્યું કે, તે બાસ્કેટબોલ, વૉલીબોલ અને એથ્લેટિક્સ રમી ચૂકી છે. પરંતુ, તેનો ક્રિકેટ પ્રત્યેનો ખાસ પ્રેમ રહ્યો છે.
આ પણ વાંચો: ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ કોરોના સંક્રમિત થયા
પરિવારનો સહયોગ
પ્રિયંકા શર્માએ કહ્યું કે, તે છેલ્લા 10 વર્ષથી રાજસ્થાનની ટીમની સીનિયર સભ્ય છે અને હવે તે જયપુરના પંકજ સિંહને ત્યાં ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે તેમજ, અજમેર આવીને તે એક્સીલેન્ટ ક્રિકેટ એકેડેમીમાં ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે. તેણે તેની રમતમાં પરિવર્તનનો શ્રેય પંકજસિંહને આપ્યો હતો. જેમણે, તેમને પરિસ્થિતિઓનો સામનો કરવાનું શીખવ્યું છે. પ્રિયંકાએ તાજેતરમાં યોજાયેલી રણજી ટૂર્નામેન્ટમાં સદી ફટકારી છે. જેનાથી તે ખૂબ જ ઉત્સાહિત છે. 10 વર્ષ બાદ રાજસ્થાનની મહિલા ખેલાડીએ ક્રિકેટમાં સદી ફટકારી છે. આ બાબતે તેમણે કહ્યું હતું કે, છોકરીઓનું જીવન ખૂબ જ મુશ્કેલ હોય છે. છોકરાઓ કરતાં છોકરીઓને વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.
મહિલાઓને આપ્યો સંદેશ
પ્રિયંકા શર્માએ મહિલાઓને સંદેશ આપતા કહ્યું હતું કે, દરેક છોકરીઓએ પોતાનું લક્ષ્ય નક્કી કરવું જોઈએ અને તે પૂર્ણ કર્યા પછી જ આરામ લેવો જોઈએ. તેમણે રમતગમતના રાજકારણ વિશે કહ્યું હતું કે, જો તમે તમારી રમતમાં શ્રેષ્ઠ પ્રદાન કરો તો કોઈ પણ તમારું ખરાબ કરી શકશે નહીં. વધુમાં તેમણે કહ્યું કે, કોઈ પણ નકારાત્મક વિચારસરણીનો ભોગ બનેલા વ્યક્તિએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરવો જોઈએ.