ETV Bharat / sports

એક અઠવાડિયા અગાઉ કોરોના સંક્રમિત થયેલા સચિન તેંડુલકરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા - Sachin Tendulkar Hospitalized

દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને કોરોનાનું નિદાન થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

એક અઠવાડિયા અગાઉ કોરોના સંક્રમિત થયેલા સચિન તેંડુલકરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

author img

By

Published : Apr 2, 2021, 12:21 PM IST

Updated : Apr 2, 2021, 12:46 PM IST

  • મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને કોરોના સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
  • થોડા દિવસ અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઘરમાં જ થયા હતા ક્વોરન્ટાઈન
  • તબીબોની સલાહના આધારે હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

હૈદરાબાદ: સચિન તેંડુલકરને શુક્રવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, તબીબોની સલાહને આધારે આજે(શુક્રવારે) તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસો અગાઉ જ તેમનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ પણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર કોરોના પોઝિટિવ

ટ્વિટ કરીને આપી માહિતી

સચિન તેંડુલકરે ટ્વિટના માધ્યમથી જાણકારી આપી હતી કે, "આપ સૌની પ્રાર્થનાઓ બદલ આભાર. તબીબોની સલાહને આધારે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આશા છે, હું થોડા જ દિવસોમાં ઘરે પાછો ફરીશ. તમે તમારૂ અને આસપાસના તમામ લોકોનું ધ્યાન રાખો અને સુરક્ષિત રહો. આપણી વિશ્વકપ જીતની 10મી વર્ષગાંઠ પર તમામ ભારતીયો અને મારા સાથીઓને શુભકામનાઓ."

પરિવારના તમામ સભ્યોનો રિપોર્ટ નેગેટિવ

આ અગાઉ જ્યારે સચિન તેંડુલકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે તેમણે ટ્વિટ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, "મેં કોરોના ટેસ્ટ કરાવ્યો છે અને તકેદારીના તમામ પગલાઓ લીધા હોવા છતા મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લક્ષણો ખૂબ જ ઓછા છે. મારા ઘરના તમામ સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે."

આ પણ વાંચો: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

તમામ સ્વાસ્થ્યકર્મીઓનો માન્યો આભાર

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "ઘરના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલમાં હું ઘરે જ ક્વોરન્ટાઈન છું અને ડૉક્ટરોની સલાહ મુજબ આવશ્યક પ્રોટોકોલને અનુસરી રહ્યો છું. હું મારી અને દેશભરના અન્ય કોરોના સંક્રમિતોની સારવાર કરી રહેલા સ્વાસ્થ્યકર્મીઓનો આભાર માનુ છું."

Last Updated : Apr 2, 2021, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.