કરાચી: પાકિસ્તાનની ટીમના 20 ખેલાજી અને 11 સપોર્ટ સ્ટાફ 28 જૂનના રોજ ઈંગ્લેન્ડ પ્રવાસ પર રવાના થયા છે. આ પ્રવાસ પર પાકિસ્તાન ટીમને 3 મેચની ટેસ્ટ સીરિઝ અને 3 T-20 સીરિઝ રમશે. આ પ્રવાસ પર પાકિસ્તાનની ટેસ્ટ ટીમના કેપ્ટન અઝહર અલીનું માનવું છે કે, તેમની ટીમ ટેસ્ટ સીરિઝમાં ઈગ્લેન્ડને માત આપી શકે છે. બેટ્સમેનને 300થી વધુનો સ્કોર કરવો પડશે.
પ્રથમ ટેસ્ટ મેચ 30 જુલાઈના લોડર્સ ખાતે શરુ થશે. અઝહર અલીએ ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા કહ્યું કે, મને લાગે છે કે જો અમારા બેટ્સમેન 300થી વધુ રનનો સ્કોર કરે તો અમે ઈગ્લેન્ડને માત આપી શકીએ છીએ.
અલીએ કહ્યું કે, મારું માનવું છે કે, અમારી પાસે સારા બોલરો અને સ્પિનર છે. જેથી અમે ઈગ્લેન્ડની ટીમને પડકાર આપી શકીએ છીએ. શાહીન શાહ અફરીદી, નસીમ શાહ અને મોહમ્મદ હસનૈન જેવા યુવાઓ છે અને અમારી પાસે અનુભવ પણ સારો છે.
કોરોના મહામારીને લઈ લાળ પર પ્રતિબંધ લગાવવામાં આવેલો છે. અલીએ કહ્યું કે, મને નથી લાગતું કે લાળ પરના પ્રતિબંધથી કોઈ મોટી મુશ્કેલી થશે. તેમણે કહ્યું કે, અમને ખાલી સ્ટેડિયમમાં રમવાની આદત છે અને તે અમારાથી વધુ કોઈ જાણતું નથી. અમે છેલ્લા દસ વર્ષથી યુએઈમાં આવા મેદાનમાં જ રમ્યા છીએ.