ચેન્નાઈ: તામિલનાડુના મુખ્ય પ્રધાન કે. પલાનીસ્વામીએ ગુરુવારે કેટલીક શરતો સાથે રાજ્યમાં ટેલિવિઝન સિરીયલોના શૂટિંગ માટેની મંજૂરી આપી હતી. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પલાનીસ્વામીએ ઉદ્યોગ તરફથી મળેલ પ્રતિનિધિત્વને ધ્યાનમાં લીધું હતું અને ટેલિવિઝન સિરીયલોના શૂટિંગને શરતોથી શરૂ કરવાની મંજૂરી આપી છે.
આ હેઠળ શૂટિંગ ફક્ત ઘરની અંદર અથવા દીવાલોવાળા કમ્પાઉન્ડની અંદર જ કરી શકાશે. ગ્રામીણ અને કોવિડ-19 કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય જાહેર સ્થળોએ શૂટિંગ કરવાની મંજૂરી આપવામાં આવી નથી.
આ સાથે દર્શકોને આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમજ શૂટ સ્પોર્ટ પર શૂટિંગથી પહેલા અને પછી જંતુનાશક દવાનો છાટકાવ કરવો પડશે. અભિનેતાઓ સિવાય અન્ય તમામ લોકોએ માસ્ક પહેરવા અને સામાજિક અંતર રાખવી ફરજીયાત છે.
બ્રેક દરમિયાન અભિનેતોઓ પણ માસ્ક પણ પહેરવા જોઈએ. શૂટિંગના સ્થળે આવતા તમામ સાધનો, વાહનોને સૈનિટાઇઝ કરવા જોઈએ. તેમજ કલાકારો અને ટેકનિશિયન સહિત મહત્તમ 20 વ્યક્તિઓને સ્થળ પર રહેવાની છૂટ આપવામાં આવી છે.