ETV Bharat / sitara

ઈન્ડિયન આઈડલ 12ના સિંગર પવનદીપે કરી ભૂલ, શું હવે પવનદીપ શોમાંથી થશે એલિમિનેટ? - Bollywood News

ટેલિવિઝન સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 12ના તમામ ગાયક અત્યારે ચર્ચામાં છે. ત્યારે ઈન્ડિયન આઈડલના સ્ટાર સિંગર પવનદીપ રાજને હાલમાં એવી ભૂલ કરી હતી, જેના કારણે તેને ઈન્ડિયન આઈડલમાંથી બહાર નીકળવું પડી શકે છે. આ શો પર અભિનેતા ધર્મેન્દ્ર અને અભિનેત્રી અનિતા રાજ મહેમાન તરીકે આવ્યા હતા. તે સમયે પવનદીપ 'મેરા ગીત અમર કર દો' ગાઈ રહ્યો હતો. તે સમયે તે વચ્ચે અટકી ગયો હતો, જેના કારણે સૌ કોઈ અચંબામાં પડી ગયા હતા.

પવનદીપ
પવનદીપ
author img

By

Published : Jul 19, 2021, 4:54 PM IST

  • ટેલિવિઝન સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 12માં પવનદીપે કરી ભૂલ
  • પવનદીપ 'મેરા ગીત અમર કર દો' ગાતા વખતે વચ્ચે અટકી પડતા સૌ કોઈ ચોંકી ગયા
  • અભિનેતા ધર્મેન્દ્ર અને અભિનેત્રી અનિતા રાજ મુખ્ય મહેમાન હતા તે સમયે પવનદીપે કરી ભૂલ

ન્યૂઝ ડેસ્ક (Bollywood News): ટેલિવિઝન સિંગિંગ રિલાયિટી શો ઈન્ડિયન આઈડલ 12 અત્યારે ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે. આ શો 15 ઓગસ્ટે પૂર્ણ થશે. તે પહેલા સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે, આ સિઝનમાં કોણ વિજેતા બનશે. તેવા સમયે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. તાજેતરમાં જ અભિનેતા ધર્મેન્દ્ર અને અભિનેત્રી અનિતા રાજ મહેમાન તરીકે આવ્યા હતા. તે સમયે શોનો સ્ટાર સિંગર પવનદીપ રાજન 'મેરા ગીત અમર કર દો' ગીત ગાઈ રહ્યો હતો. તે સમયે તે વચ્ચે અટકી ગયો હતો. પવનદીપ આ ભૂલના કારણે શોમાંથી બહાર નીકળી શકે છે. તો બીજી તરફ ધર્મેન્દ્રએ પવનદીપની હિંમત વધારી હતી.

આ પણ વાંચો: ઈન્ડિયન આઈડોલ 12- ફિનાલે પહેલાં તમામ કન્ટેસ્ટેંટ્સને કરાયા રવાના, મેર્ક્સે કેમ લીધો આવો નિર્ણય?

ધર્મેન્દ્રએ પવનદીપની હિંમત વધારી તેના વખાણ કર્યા

પવનદીપ ગીત ગાતા ગાતા અટકી જતા શોમાં જજ હિમેશ રેશમિયા અને અનુ મલિક સહિત તમામ જજ શોક થઈ ગયા હતા. તેવામાં શોની અન્ય સિંગર સાયલી કાંબલેએ તરત જ બાજી સંભાળતા પવનદીપને આગળની લાઈન યાદ અપાવી હતી. પવનદીપે જેમ તેમ ગીત તો ગાયું, પરંતુ લિરિક્સ ભૂલી જવાના કારણે તે દુઃખી અને હતાશ થઈ ગયો હતો. જોકે, ધર્મેન્દ્રએ પવનદીપને હિંમત આપી કહ્યું હતું કે, તારો અવાજ ખૂબ જ રેશમી છે અને તુ ખૂબ જ પ્રેમાળ છે. હું તારા માટે ફાર્મ હાઉસથી પરાઠા લાવ્યો છું. જોકે, મીડિયામાં ચર્ચા છે કે, પવનદીપ આ ભૂલના કારણે એલિમિનેટ તો નહીં થઈ જાય ને. પવનદીપ પહેલાથી જ શોમાં ખૂબ જ ચર્ચાસ્પદ સિંગર રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.