મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ અભિનીત ફિલ્મ 'રશ્મિ રોકેટ'ની વાર્તા ગામની એક યુવતીની છે, જેને ઝડપથી દોડવાનું વરદાન મળ્યું હોય છે. આ અતુલ્ય ક્ષમતાને કારણે, ગ્રામજનો તેને રોકેટના નામથી ઓળખે છે. જ્યારે તેને વ્યવસાયિક રૂપે તેની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક મળે છે, ત્યારે તે આ તકને તેના હાથથી જવા દેતી નથી. તેને ખ્યાલ છે કે ફિનીશ લાઇન પૂર્ણ કરવાની દોડ ઘણા અવરોધોથી ભરેલી છે. એક એથ્લેટિક પ્રતિયોગી તરીકે દેખાવાવાળી આ રેસ તેના માટે સન્માન, આદર અને પોતાની ઓળખ માટે વ્યક્તિગત યુદ્ધમાં ફેરવાઇ જાય છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
'રશ્મિ રોકેટ' નંદ પરીયાસામી, અનિરુધ ગુફા અને કનિકા ઢિલ્લન દ્વારા લખાયેલ છે. આ ફિલ્મનું નિર્દેશન આકર્ષ ખુરાના કરશે, જેણે 'કારવાં'નું નિર્દેશન કર્યું હતું.
આકર્ષ ફિલ્મ વિશે કહે છે, "જ્યારે મહામારીની શરૂઆત થઈ હતી. તે સમયે અમે બધા શૂટિંગ માટે તૈયાર હતા. મને ખુશી છે કે અમે ટૂંક સમયમાં ફરીથી શૂટિંગ શરૂ કરી દીધું છે. મારી ટીમ અને હું આ સફર શરૂ કરવાની રાહ જોઈ રહ્યા છીએ. આ એક અદભૂત વાર્તા છે જેને જણાવવા માટે હું ઉત્સાહિત છું. "
તાપસી પન્નુ કહે છે કે, "હું ખૂબ જ પ્રારંભિક તબક્કેથી આ પ્રોજેક્ટમાં સામેલ છું અને તેથી જ તે મારા માટે ખૂબ જ ખાસ છે. માહામારી પહેલા, હું એક સ્પ્રિંટરની ભૂમિકામાં આવવા માટે 3 મહિનાથી તાલીમ લેતી હતી. તે એક લાંબો બ્રેક થઇ ગયો છે. પરંતુ આ વિષયને કારણે હું ફરી એકવાર યાત્રા શરૂ કરવા માટે ઉત્સાહિત છું. "
તાપસીની સાથે આ ફિલ્મમાં 'એક્સ્ટ્રેક્શન' ફેમ પ્રિયાંશું પ્રમુખની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.