- વધુ એક જાણીતી શખ્સિયતે છોડ્યો ઇસ્લામ
- ફિલ્મ નિર્દેશક અલી અકબરે ઈસ્લામ છોડવાની જાહેરાત કરી
- અલીએ ઈસ્લામનો ત્યાગ કરવાનું નક્કર કારણ પણ આપ્યું
તિરુવનંતપુરમ: મલયાલમ ફિલ્મ દિગ્દર્શક (Malayalam film director Ali Akbar) અને સંઘ પરિવારના સમર્થક અલી અકબરે (Film director Ali Akbar renounced Islam) જાહેરાત કરી છે કે તેઓ અને તેમની પત્ની ઇસ્લામનો (To Leave Islam) ત્યાગ કરી રહ્યાં છે. તેમણે કારણ આપતાં કહ્યું કે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat ) અને તેમની પત્નીના હેલિકોપ્ટર દુર્ઘટનામાં દુઃખદ મૃત્યુની કથિતરુપે સોશિયલ મીડિયામાં ઉજવણી કરી રહ્યાં છે તેના વિરોધમાં ઇસ્લામ છોડે છે.
અલી અકબરે વીડિયોમાં આ જાહેરાત
તેમણે શુક્રવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં આ જાહેરાત (Film director Ali Akbar renounced Islam) કરી હતી. ફિલ્મ નિર્માતાએ વીડિયોમાં કહ્યું, 'હું આજથી મુસ્લિમ નથી,(To Leave Islam) હું એક ભારતીય છું'.તેમણે જનરલ રાવતના મ-ત્યુ સંબંધિત ખબરોની નીચે ખુશી દર્શાવતી ઇમોજી મૂકનારાઓની ટીકા કરી અને કહ્યું કે તેઓ રાષ્ટ્રવિરોધીઓની સાથે ઊભા નથી રહી શકતાં.
ભાજપ સાથે જોડાયેલાં રહ્યાં છે
ફિલ્મ નિર્દેશકમાંથી (Malayalam film director Ali Akbar) રાજકારણી બનેલા અકબરે આ વર્ષે ઓક્ટોબરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાજ્ય સમિતિ સભ્ય તરીકેની તમામ જવાબદારીઓમાંથી રાજીનામું આપી દીધું હતું. કારણ કે તેઓ કેરળમાં ભાજપના (Keral BJP) રાજ્ય સચિવ એકે નઝીરના વિરોધમાં કેરળ પ્રદેશ એકમની સંગઠનાત્મક કાર્યવાહીથી દુઃખી હતાં. જોકે અકબરે કહ્યું હતું કે તેઓ ભાજપના સભ્ય તરીકે ચાલુ રહેશે.
આ પણ વાંચોઃ Crime Branch Ahmedabad: બિપિન રાવતના નિધન પર સોશિયલ મીડિયા પર અભદ્ર લખાણ કરનાર શખ્સને ઝડપી પાડ્યો