- લલિત બહલનું કોરોનાના સંબંધી જટિલતાઓના કારણે મૃત્યુ
- લલિત બહલના પુત્ર દિગ્દર્શક કનુ બહલે આપી માહિતી
- કોરોનાના લીધે થયું લલિત બહલનું મૃત્યુ થયું
હૈદરાબાદ : અનુભવી અભિનેતા અને નિર્માતા લલિત બહલનું કોરોનાના સંબંધી જટિલતાઓના કારણે મૃત્યુ થયું હતું. તેમના પુત્ર દિગ્દર્શક કનુ બહલે આ માહિતી આપી હતી. બહલે 'તિતલી' અને 'મુક્તિ ભવન' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 71 વર્ષીય અભિનેતાને ગયા અઠવાડિયે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અનેે તેમની અપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમણે ત્યાં જ અંતિમ શ્વાસ લીધા.
કોરોનાના લીધે ફેફસામાં ચેપ લાગતા મૃત્યુ થયું
કનુએ જણાવ્યું કે, "શુક્રવારે બપોરે તેમનું અવસાન થયું હતું". તેને પહેલાથી જ હાર્ટની સમસ્યા હતી અને તે કોરોના પણ હતો. તેથી તેની તબિયત વધુ બગડી હતી. તેને ફેફસાંમાં ચેપ લાગ્યો હતો. જે પાછળથી વધુ બગડ્યો હતો. તેમની તબિયત તેમની જૂની સ્વાસ્થય સમસ્યાઓના કારણે વધારે વધતી ગઈ હતી."
આ પણ વાંચો : લખનઉમાં ભાજપના ધારાસભ્ય સુરેશ શ્રીવાસ્તવનું કોરોનાના કારણે નિધન
લલિતે દૂરદર્શનના ટેલિવિઝન શો પર અભિનેતાના રૂપમાં કાર્ય કર્યું
રંગ મંચના જાણીતા કલાકાર લલિતે દૂરદર્શનનો ટેલિવિઝન શો 'તપિશ', 'આતિશ', 'સુનહરી જિલ્દ'માં નિર્દેશક-નિર્માણની સાથેે અને ટીવી શો 'અફસાને'ને એક અભિનેતાના રૂપમાં તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો : જામનગર પોલીસમાં ફરજ બજાવતા આફતાબ સફિયાનું કોરોના સંક્રમણથી નિધન, ગાર્ડ ઓફ ઓનર અપાયું
એમેઝોન પ્રાઇમ વીડિઓ શ્રેણી 'મેડ ઇન હેવન'માં કાર્ય કર્યું
તાજેતરનાં વર્ષોમાં 2014માં તેમણે તેમના પુત્રના નિર્દેશક નાટક તિતલી, મુક્તિ ભવન, એમેઝોન પ્રાઇમ વીડિઓ શ્રેણી 'મેડ ઇન હેવન' અને 'જજમેંટલ હૈ ક્યા'માં કામ કર્યું હતું.