મુંબઈ: કોરોના વાઇરસના કારણે છેલ્લા ઘણા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુસુપ્ત હતી. જો કે, હાલ ઘણી ફિલ્મોનું શૂટિંગ ફરીથી શરૂ થયું છે. અભિષેક અને ઇલિયાના ડિક્રુઝ સ્ટારર ફિલ્મ ધ બીગ બૂલની રાહ લાંબા સમયથી દર્શકો જોઈ રહ્યા હતા. આવા સમયે મંગળવારે ઈલિયાના ડિક્રુઝનો ફર્સ્ટ લુક જાહેર થતા ફેન્સ ઘણા ખુશ થયા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ફિલ્મ મેકર્સ દ્વારા જાહેર કરાયેલા આ પોસ્ટરમાં ચશ્મા પહેલીયા ઇલિયાના એકદમ સુંદર લાગી રહી છે. ધ બીગ બૂલ ફિલ્મનું શૂટિંગ ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં શરૂ થયું હતું. જો કે, કોરોનાને કારણે શૂટિંગ બંધ રાખવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં ઇલિયાના ડિક્રુઝ અને અભિષેક સાથે નિકિતા દત્તા, સોહમ શાહ, રામ કપૂર અને સુપ્રિયા પાઠક પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
આ ફિલ્મ 1992માં ભારતીય સ્ટોક માર્કેટમાં થયેલા સૌથી મોટા સ્કેમ પર આધારિત છે. આ ફિલ્મની વાર્તા સ્ટોક બ્રોકર હર્ષદ મહેતાના જીવન પર આધારિત છે આ ફિલ્મની વાર્તા હર્ષદ મહેતાએ 1980થી 1990ની વચ્ચે કરેલા ફાઈનાન્સિયલ ક્રાઇમને દર્શાવે છે.