હૈદરાબાદ: સાઉથની ફિલ્મના સ્ટાર અને ખાસ કરીને તેલુગુ સિનેમામાં કામ કરનાર અભિનેતા શિવાજી રાજાને મંગળવારે એટલે કે 5 મેના રોજ સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમણે છાતીમાં દુખાવો થયો હતો.
હોસ્પિટલ તરફથી મળતી માહીતી મુજબ, શિવાજીને હાર્ટ એટેક આવ્યો છે. જોકે, તેમની હાલત હવે સ્થિર છે અને તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે, તબીબ તેમની સારવાર કરી રહ્યા છે.
શિવાજીની બીમારી અંગે એક વરિષ્ઠ અભિનેતાએ કહ્યું કે, 'તેમનું બ્લડ પ્રેશર ઓછું હતું જેના પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોએ જણાવ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.’
તેલુગુ ફિલ્મોમાં કોમેડી માટે પ્રખ્યાત, 58 વર્ષિય શિવાજીએ તેમની કારકિર્દીમાં 400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના કામની પ્રશંસા માટે તેમને 4 વખત નંદી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. ફિલ્મો ઉપરાંત તેમણે ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.