- સુઝૈન ખાન ફિટનેસને લઇને ઘણી જ ગંભીર છે
- વિડીયોમાં સુઝૈન કોર સ્ટ્રેન્થ વધારનારી કસરત કરતી જોવા મળી
- સુઝૈનની ફિટનેસ જોઇને ફેન્સ થયા દીવાના, કરી રહ્યા છે તારીફ
ન્યુઝ ડેસ્ક: કેટલાક દિવસ પહેલા ઋતિક રોશને એક તસવીર શેર કરી હતી, જેમાં તેઓ પોતાના બાઇસેપ્સ ફ્લોન્ટ કરતા જોવા મળ્યા હતા. આના પર તેમની પત્ની સુઝૈન ખાને પણ કૉમેન્ટ કરી હતી. સુઝૈન ખાન ફિટનેસને લઇને ઘણી જ સિરિયસ છે. જો તેમનો સ્ટાર એક્સ હસબન્ડ ઋતિક રોશન પોતાના સિક્સ એબ્સ પર ગૌરવ કરી શકે છે તો સુસૈન પણ વેલ ટોન્ડ બૉડીની માલિક છે. ખુદને ફિટ રાખવા માટે સુઝૈન પણ કલાકો જીમમાં પરસેવો વહાવે છે.
સુઝૈન કોર સ્ટ્રેન્થ વધારનારી કસરત કરતી જોવા મળી
સુઝૈને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેમનું વર્કઆઉટ જોઇને ફેન્સનો પરસેવો છૂટી રહ્યો છે. સુઝૈન ખાન ભલે ફિલ્મી પડદા પર જોવા ન મળી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તેની ફેન ફૉલોઓલિંગ ઓછી નથી. તેના એકાઉન્ટ પર એક મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે. પોતાના આ જ ઇન્સ્ટા ફેન્સ માટે સુઝૈન ઘણીવાર પોતાના શાનદાર વિડીયો શેર કરતી હોય છે. આ વખતે તેણે પોતાના વર્કઆઉટનો વિડીયો શેર કર્યો છે, જેમાં સુઝૈન કોર સ્ટ્રેન્થ વધારનારી કસરત કરતી જોવા મળી રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વધુ વાંચો: અભિનેત્રી સારા અલી ખાને દરિયામાં માણી જેટ સ્કીની મજા, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો