ETV Bharat / sitara

આશિકી ગર્લ શ્રદ્ધા કપૂરને જન્મ દિવસની શુભેચ્છા... - આશિકી ગર્લ

બોલીવુડની આશિકી ગર્લ શ્રદ્ધા કપૂરનો આજે 33મો જન્મ દિવસ છે. 3 માર્ચ 1987માં જન્મેલી શ્રદ્ધાને એક્ટિંગ સાથે સિંગિંગનો પણ ઘણો શોખ છે. તો ચલો આજે તેના જન્મદિવસ પર તેની રસપ્રદ વાતો વિશે જાણીએ....

shraddha kapoor birthday
shraddha kapoor birthday
author img

By

Published : Mar 3, 2020, 5:46 AM IST

ન્યૂઝ ડેસ્કઃ શ્રદ્ધા કપૂર કોમેડી અને વિલેને પાત્ર માટે જાણીતા અભિનેતા શક્તિ કપૂરની દીકરી છે. તેના પિતા પંજાબી છે. તો માતા શિવાંગી કોલ્હાપુરે મરાઠી છે. તે પોતાને પણ મરાઠી જ ગણાવે છે. શ્રદ્ધા તેની માની ઘણી નજીક પણ તે તેના પિતા શક્તિ કપૂરની પણ એટલી જ લાડલી છે.

શ્રદ્ધા કપૂરની બાળપણ તસવીર
શ્રદ્ધા કપૂરની બાળપણ તસવીર

શ્રદ્ધા કપૂરના ફિલ્મી કરિયરની વાત કરીએ તો, બોલીવુડમાં તેની એન્ટ્રી ફિલ્મ પ્રોડ્યુસર અંહિકા હિન્દુજાની ફિલ્મ ‘તીન પત્તી’ દ્વારા થઈ હતી. જેમાં તેના કૉ-સ્ટાર મહાનાયક અમિતાભ બચ્ચન હતા. પરંતુ આ ફિલ્મ રૂપેરી પડદે ફ્લોપ રહી હતી. ત્યારબાદ તે ‘લવ કા દિ એન્ડ’ ફિલ્મમાં કૉલેજ સ્ટૂડેન્ટના રૉલમાં જોવા મળી હતી. પહેલાની જેમ આ ફિલ્મ પણ બૉક્સ ઓફિસ પર નિષ્ફળ નીવડી હતી.

શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર

આમ, પહેલી ફિલ્મ નિષ્ફળ થયા બાદ શ્રદ્ધાનું કરિયર શરૂ થતાં પહેલા જ ડગમગવા લાગ્યું હતું. પરંતુ વર્ષ 2013માં બ્લૉકબ્લસ્ટર થયેલી ફિલ્મ ‘આશિકી-2’થી તેના કરિયરને નવી ઉડાણ મળી. બસ ત્યારથી શ્રદ્ધાની ફિલ્મી સફર અવિરતપણે ચાલી રહી છે. ફિલ્મોમાં ‘એક વિલન’, ‘બાગીં’, ‘હાફ ગર્લફ્રેન્ડ’, ‘ABCD 2’ અને ‘સ્ત્રી’ 100 કરોડ ક્લબમાં સામેલ છે. તો ‘હસીના પારકર’ જેવી ફિલ્માં તેણે પોતાની દમદાર અદાકારીની ઝલક બતાવી હતી.

શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર

શ્રદ્ધાને ગાયકી વારસામાં મળી છે.તેની મા શિવાંગી કપૂર ખૂબ સારી સિંગર છે. શ્રદ્ધાએ ફિલ્મ ‘એક વિલન’નું સુપરહિટ ગીત ‘તેરી ગલિયા’ ગાયું હતું. જેને લોકોએ ખૂબ પસંદ કર્યુ હતું.

શ્રદ્ધા તેની ફિલ્મોની સાથે અંગત જીવનને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. તે તેના અફેયર્સને લઈને ઘણીવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. અત્યારસુધી તેનું આદિત્ય કપૂર અને ફરહાન અખ્તર સાથે જોડાયું છે.

આમ, ઓછા સમયમાં સમયગાળામાં શ્રદ્ધા કપૂરે બોલીવુડની ગલિયારીઓમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. આજે તે પોતાના પિતાના નામથી નહિં પણ પોતાના કામથી ઓળખાય છે. જે તેનું તેના કામ પ્રત્યેનું ડેડીકેશન દર્શાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.