ETV Bharat / sitara

કંગના રનૌત અને તેની બહેન રંગોલીને મુંબઇ પોલીસે નોટિસ પાઠવી - કંગના અને રંગોલીને નોટિસ

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેન રંગોલીને મુંબઇ પોલીસ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ એક વિવાદસ્પદ નિવેદન આપવામાં અંગે છે.

કંગના રનોત અને તેની બહેન રંગોલી
કંગના રનોત અને તેની બહેન રંગોલી
author img

By

Published : Nov 3, 2020, 5:26 PM IST

  • બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતને મુંબઇ પોલીસની નોટિસ
  • 10 નવેમ્બર સુધી હાજર રહેવા આદેશ
  • અભિનેત્રી કંગનાએ વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું

મુંબઇઃ પોલીસે મગંળવારે બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેનને નોટિસ ફટાકરી છે. આ નોટિસમાં કંગના અને તેમની બહેનને 10 નવેમ્બર સુધી હાજર રહેવા જણાવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક નિવેદન આપવા અંગે પૂછપરછ માટે નોટિસ ફટકારવામાં આવી છે.

અગાઉ પણ મળી હતી નોટિસ

જણાવી દઇએ કે, આ આગાઉ બાંદ્રા પોલીસે પણ 21 ઓક્ટોબરના રોજ કંગનાને નોટિસ ફટકારી હતી અને બન્ને બહેનોના નિવેદન દાખલ કરવામાં આવ્યા હતા. જોકે રનૌતના વકીલે આ નોટિસના જવાબમાં પોલીસને જણાવ્યું હતું કે, કંગના હાલ હિમાચલ પ્રદેશમાં છે અને તે તેના ભાઇના લગ્ન સમારોહમાં ગઇ છે તે હાલ વ્યસ્ત છે, જેથી તે હાજર નહીં રહી શકે.

કંગના અને રંગોલીએ કર્યું હતું વિવાદસ્પદ ટ્વિટ

અધિકારીએ જણાવ્યું હતું કે, હવે આ મામલે નિવેદન નોંધવા માટે બાંદ્રા પોલીસે 10 નવેમ્બરે બંનેને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાની બીજી નોટિસ મોકલી છે. બાન્દ્રા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતે ગયા મહિને આદેશ આપ્યો હતો કે, બોલિવુડના કાસ્ટિંગ ડિરેક્ટર અને ફિટનેસ ટ્રેનર મુનવ્વર અલી સૈયદ વતી નોંધાયેલી ફરિયાદ સામે તપાસ કરવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.