મુંબઇ: હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન સૈફ અલી ખાને સારા અને ઇબ્રાહિમ સાથે વિતાવેલી રોમાંચક યાદો શેર કરી હતી. સૈફ અલી ખાને કહ્યું કે, ભલે તે પોતાના બાળકોની જવાબદારી ન નિભાવી શકયા, પરંતુ તે હમેંશા પોતાના બાળકોના પિતા તરીકે ઉપસ્થિત રહ્યાં છે. તેણે વધુમાં જણાવ્યું કે, તેનામાં હવે પહેલાં કરતા વધુ ધીરજ આવી ગઇ છે. જ્યારે સારા અને ઇબ્રાહિમ નાના હતા. ત્યારે તે પોતાની કેરિયર બનાવવામાં વ્યસ્ત હતાં, ત્યારે મને ખ્યાલ નહોતો કે, મારે શું કરવાનું છે. જ્યારે એ બંન્નેને સમય આપવાની વાત આવતી ત્યારે હું સ્વાર્થી બની જતો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
બીજી તરફ સારાએ પણ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, હું મારા પિતાને સારી રીતે ઓળખું છું, તે બિલકુલ મારા જેવા છે. તે જે વિચારે છે તેજ સમયે બોલી નાખે છે. તે ભલે અમારી સાથે નહોતા રહેતા, પરંતુ હંમેશા અમારા માટે હાજર રહેતા હતા. મને લાગે છે કે, તે એક સ્પેશિયલ હગના હકદાર છે. તેને બસ એક ફોન કરતા તેઓ અમારી પાસે આવી જતા હતાં.
સારાએ કહ્યું કે, હું મારી માતાને ખૂબ પ્રેમ કરુ છું. આજે હું જે કાંઇ પણ છું મારી માતાના લીધે છું. સારા ધનુષ સાથે આનંદ રાયની ફિલ્મ 'અતરંગી'માં જોવા મળશે. આ ફિલ્મની શૂટિંગ 5 માર્ચથી શરૂ થઇ ગઇ છે.