મોટા બજેટની ફિલ્મ્સના શૂટિંગને અટકાવી દેવામાં આવ્યું
ફિલ્મ આદિપુરુષનું શૂટિંગ મહારાષ્ટ્રની બહાર થઈ શકે છે
લોકડાઉનથી બોલિવૂડમાં ભારે અવરોધ સર્જાયો
હૈદરાબાદ: મહારાષ્ટ્ર સરકારે તમામ ફિલ્મ અને ટીવી શૂટ્સને બંધ કરવાનો આદેશ આપ્યો ત્યારબાદ અનેક મોટા બજેટની ફિલ્મ્સના શૂટિંગને અટકાવી દેવામાં આવ્યુ છે, કારણ કે ભારત કોવિડ-19ની બીજી લહેર સામેં ઝઝૂમી રહ્યું છે. ફરીથી પ્રતિબંધો લાદવામાં આવતાં પ્રભાસની ફિલ્મ આદિપુરુષનું શૂટિંગ મહારાષ્ટ્રની બહાર થઈ શકે છે.
પ્રભાસ-આદિપુરુષ સહિત અનેક મોટી ફિલ્મ્સ બંધ થઈ રહી છે
કોરોનાને કારણે ગયા મહિને સિનેમા હોલ્સ ફરીથી બંધ થયા. તે રીતે જ ફિલ્મો અને ટીવી સિરિયલનું નિર્માણ પણ બંધ થયું. લોકડાઉનથી બોલિવૂડમાં ભારે અવરોધ સર્જાયો છે, કારણ કે શાહરૂખ ખાન, રણવીર સિંહ અભિનીત સિર્કસ, પ્રભાસ-આદિપુરુષ સહિત અનેક મોટી ફિલ્મ્સ બંધ થઈ રહી છે.
આદિપુરુષની ટીમ મુંબઈની ફિલ્મ સિટીમાં લગભગ બે મહિના શૂટિંગ કરી ચૂકી છે
તાજેતરના અહેવાલો અનુસાર, આદિપુરુષના નિર્માતાઓ ફિલ્મના નિર્માણને મહારાષ્ટ્રની બહાર ખસેડવાની યોજના બનાવી રહ્યા છે. આદિપુરુષની ટીમ મુંબઈની ફિલ્મ સિટીમાં લગભગ બે મહિના શૂટિંગ કરી ચૂકી છે અને માર્ચમાં વિરામ બાદ હવે પછીના સમયપત્રકની શરૂઆત કરી રહી છે. જોકે, ટીમ પાસે પ્રોડક્શન ફરીથી શરૂ કરવા માટેના અન્ય વિકલ્પોની શોધ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, કારણ કે લગભગ 90 દિવસનું કામ બાકી છે. નિર્માતાઓ ફિલ્મ પૂર્ણ કરવા માટે પ્રોડક્શન બેઝને હૈદરાબાદ ખસેડવાની યોજના બનાવી રહ્યા છે.
આદિપુરુષ રામાયણનું એક અનુકૂલન છે
આદિપુરુષ રામાયણનું એક અનુકૂલન છે. જેમાં પ્રભાસ ભગવાન રામના રૂપમાં છે. સીતા તરીકે ક્રિતી સનન જ્યારે સૈફ અલી ખાન રાવણની ભૂમિકામાં જોવા મળશે. ઓમ રાઉત દ્વારા દિગ્દર્શિત આદિપુરુષ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડમાં રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ ભૂષણ કુમાર, ઓમ રાઉત, પ્રસાદ સુતાર અને રાજેશ નાયર પ્રોડ્યુસ કરી રહ્યા છે.