મુંબઇ: સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિને તેના ભાઈના મૃત્યુ પછી ફેંસ અને શુભેચ્છકોની સમર્થન શક્તિ છે.
તેણે કહ્યું કે, અભિનેતા માટે આયોજિત વર્ચુઅલ પ્રાર્થના સભામાં 101 થી વધુ દેશોના લોકોએ ભાગ લીધો હતો. સુશાંત માટે 'નકારાત્મકતા ઘટાડવા' કીર્તિએ શનિવારે વૈશ્વિક પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. તેણે ટ્વિટર પર માહિતી આપી હતી કે, ગાયત્રી મંત્રના પાઠ દરમિયાન 101થી વધુ દેશોના લોકો તેમની સાથે જોડાયા હતા.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
કીર્તિએ લખ્યું કે, "હું આ પ્રસંગ માટે ખૂબ આભારી છું. અમને આજુબાજુમાં પોઝિટિવિટીની અનુભૂતિ થાય છે. જેણે આ આયોજનમાં મદદ કરી અને વિસ્તૃત પરિવારમાં જોડાયા તે બધાનો આભાર વ્યક્ત કર્યો હતો."
તેણે આગળ લખ્યું કે, "101 થી વધુ દેશોના લોકોએ તેમાં ભાગ લીધો. તે મુસ્લિમ, હિંદુ કે ખ્રિસ્તી હતા, તે બધાએ આપણા પ્રિય સુશાંત માટે ગાયત્રી મંત્રનો પાઠ કરતા હતા. ભગવાન હંમેશા આપણને સત્ય અને ન્યાયની લડત માટે એક સાથે રાખે. તેણે ઇંસ્ટાગ્રામ પર આ અંગેની તસવીર અને વીડિયો પણ પોસ્ટ કર્યો છે. બાદમાં, શ્વેતાએ ગણેશ ચતુર્થી નિમિત્તે સુશાંતની એક તસવીર પણ શેર કરી હતી, જેમાં તે ભગવાન ગણેશની મૂર્તિ લઈ જતા જોવા મળે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">