મુંબઈઃ કરીના કપુર ખાન અને સારા અલી ખાનના સંબંધો ખૂબ જ ચર્ચામાં રહેતાં હોય છે. જો કે કરીના કપુરના સંબંધો તેના સંતાને સારા અલી ખાન અને ઈબ્રાહિમ સાથે સારા સંબંધો છે, જો કે સારા અને ઈબ્રાહિમ સેફની પેહલી પત્ની અમૃતા સિંહના સંતાનો છે. કરીના કપુરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સારા અલી ખાનના જવા પર તે કેટલી ઉદાસ થઈ હતી.
સારા અને ઈબ્રાહિમ સાથે કરીનાની બોન્ડિંગ કેટલી સારી છે તે અંગે જણાવતાં તેમમે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'હું તેમને ખૂબ જ પ્રેમ કરું છું. જ્યારે સારા લંડન જવાની હતી તે સમયે હું ખુબ જ ઉદાસ હતી, કારણ કે તે મુંબઈ છોડીને ગઈ તે મને પસંદ આવ્યું નહોતું, અમે ખૂબ જ નજીક હતા.'
ઘર અને પરિવાર સાથે માહોલ કેવો હોય છે તે અંગે વાત કરતા કરીનાએ કહ્યું કે, સેફને પરિવાર સાથે ભાજન લેવું અને એક ઈરાની પરિવારની જે સમય પસાર કરવો ખૂબ જ પસંદ છે. અભિનેત્રીએ કહ્યું કે પોતાની આસપાસ લોકો રહે તો સારુ લાગે છે અને સૈફ તે બાબતે કરીનાની પ્રશંસા પણ કરે છે.