ETV Bharat / sitara

કંગનાની ઓફિસ BMCએ તોડી, અભિનેત્રીએ 'બાબર' સાથે કરી તુલના

બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત અને શિવસેના વચ્ચે અનબન વધી રહી છે. બીએમસીની ટીમ કંગનાના મુંબઇ સ્થિત ઓફિસની બહાર હાજર છે. બીએમસીએ કંગનાની ઓફિસ પર કાર્યવાહી શરૂ કરી છે. કંગનાએ બીએમસની તુલના બાબર સાથે કરી છે.

કંગનાની ઓફિસ
કંગનાની ઓફિસ
author img

By

Published : Sep 9, 2020, 12:29 PM IST

શિમલાઃ અભિનેત્રી કંગના રનૌત આજે (બુધવાર) મુંબઇ પહોંચી છે. બીએમસીની ટીમ કંગનાના મુંબઇ સ્થિત ઓફિસ બહાર હાજર છે. બીએમસીએ કંગનાની ઓફિસ પર કાર્યવાહી શરૂ કરી છે. કંગનાએ બીએમસની તુલના બાબર સાથે કરી છે. પોતાના ઘરેથી રવાના થયા પહેલા તેમણે ટ્વીટ કરીને મહારાષ્ટ્રને આગમનની સૂચના આપી હતી.

કંગનાએ લખ્યું કે,- રાણી લક્ષ્મીબાઇનું સાહસ, શોર્ય અને બલિદાનને મેં ફિલ્મ દ્વારા જીવ્યું છે. દુઃખની વાત એ છે કે, મહારાષ્ટ્રમાં આવવાથી રોકવામાં આવી રહી છે. આ તરફ બીએમસીએ કંગનાની ઓફિસ પર વધુ એક નોટિસ ફટકારી છે. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, કારણ કે, કંગનાએ અત્યાર સુધી નોટિસનો જવાબ આપ્યો નથી, એટલે બીએમસી કાર્યવાહી કરશે.

નોટિસને લઇને કંગનાએ બીએમસીની તુલના બાબર સાથે કરી છે. કંગનાએ કહ્યું કે, મારી ઓફિસ મંદિર છે અને અહીં બાબર પહોંચ્યો છે. જો તે તેને તોડશે તો આ તે ફરીથી મંદિર બનાવશે. આ પહેલા કંગનાએ લખ્યું હતું કે, હું રાની લક્ષ્મીબાઇના પદ ચિન્હો પર ચાલવાથી ડરીશ નહીં. ખોટા વિરૂદ્ધ અવાજ ઉઠાવીશ, જય મહારાષ્ટ્ર, જય શિવાજી...

બીએમસીની ટીમ મુંબઇમાં તેમની ઓફિસ પહોંચી છે. મંગળવારે સાંજે, કંગના રાનાઉત હિમાચલ પ્રદેશના મંડીમાં તેના પૂર્વજોના ઘરે પહોંચી હતી, જ્યાં તેને ફરીથી કોરોના ટેસ્ટ માટે નમૂના લેવામાં આવ્યા હતાં. આરોગ્ય વિભાગ બાલદવાડાની ટીમ બાંબાલા સ્થિત તેમના ઘરે પહોંચી હતી અને તેમના નમૂના લીધા હતા. જેનો અહેવાલ મોડી રાત્રે આવ્યો હતો, જેમાં કંગના નેગેટિવ આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.