- સલમાન ખાન પરનો ગેરકાયદેસર હથિયાર રાખવાનો અને કાળિયાર કેસ
- સલમાન ખાન માટે ગુરુવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ
- ફરિયાદીએ CJM ગ્રામીણ કોર્ટમાં બે અરજીઓ રજૂ કરી
જોધપુરઃ ફિલ્મ અભિનેતા સલમાન ખાન માટે ગુરુવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, જોધપુરથી સલમાન ખાન વિરુદ્ધ CRPCની કલમ 340 હેઠળ દાખલ કરેલી બે અપીલ પર આદેશો આપવામાં આવશે. 9 ફેબ્રુઆરીના રોજ, જિલ્લા અને સેશન્સ કોર્ટે બન્ને પક્ષની ચર્ચા પૂર્ણ થયા બાદ આ હુકમની તારીખ નક્કી કરી હતી. ફરિયાદીએ CJM ગ્રામીણ કોર્ટમાં બે અરજીઓ રજૂ કરી હતી. જેમાં સલમાન ખાન પર ગેરકાયદે હથિયારો અને કાળિયારના શિકાર કેસમાં સુનાવણી દરમિયાન ખોટા સોગંદનામા રજૂ કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. તત્કાલીન CJM જોધપુર ગ્રામીણ અંકિત રમનને 17 જૂન 2019ના રોજ બરતરફ કરતા સલમાનને રાહત મળી હતી. જેની સામે ફરિચાદી દ્વારા બન્ને કેસોમાં જિલ્લા અને સેશન્સ જજ જોધપુર જિલ્લા રાઘવેન્દ્ર કાછવાલની કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.
સલમાનનો ઈરાદાપૂર્વક ખોટું બોલવાનો કોઈ હેતુ ન હતોઃ સલમાનના વકીલ
સરકારી વકીલ લાદારામ વિશ્નોઇએ 6 ફેબ્રુઆરીએ સરકાર તરફથી ચર્ચા પૂર્ણ કરી હતી. તે જ સમયે 9 ફેબ્રુઆરીએ સલમાનના વકીલ હસ્તીમલ સારસ્વતે ચર્ચા પૂર્ણ કરી ન્યાયિક દ્રષ્ટાંતો રજૂ કર્યા હતા. તેણે કોર્ટમાં દલીલ કરી હતી કે, સલમાન ખાનનો ઈરાદાપૂર્વક ખોટું બોલવાનો કોઈ હેતુ ન હતો. ઘરે લાઇસન્સ શોધતા ન મળી આવતા તેમને ખોવાઇ જવા અંગેનું સોગંદનામું રજૂ કર્યું હતું. આ એટલો મોટો ગુનો નથી કારણ કે, તેનાથી રાજ્ય સરકારને કોઈ નુકસાન થતું નથી. આ એક માનવ ભૂલ છે, આવા કિસ્સામાં ગૌણ અદાલતે પણ બન્ને અરજીઓને નકારી કાઢી હતી.