ETV Bharat / sitara

લોક ગાયિકા શારદા સિંહાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

બિહારની શાન અને ભારતીય લોક ગાયિકા શારદા સિંહા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. શારદા સિંહાએ ફેસબુક પર એક વીડિયો શેર કરી આ વિશેની જાણકારી આપી હતી. વીડિયોમાં તેઓ હાથ જોડીને જણાવી રહ્યાં હતા કે, સારવાર માટે જઈ રહી છું. ફરી તમારે વચ્ચે આવીશ.

ભારતીય લોક ગાયિકા શારદા સિન્હાને કોરોના પોઝિટિવ આવ્યો

author img

By

Published : Aug 21, 2020, 10:51 PM IST

પટના: બિહારની શાન અને ભારતીય લોક ગાયિકા શારદા સિંહાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેમના ફેન્સને સ્વસ્થ થવા પ્રાર્થના કરવા જણાવ્યું હતું.

ફેસબુક પર એક વીડિયો શેર કરતા શારદા સિંહાએ જણાવ્યું કે, મારામાં પણ કોરોના લક્ષણ આવ્યા છે. તેમણે જણાવ્યું કે, હું કોઈ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં પણ આવી ન હતી.

વીડિયોમાં હાથ જોડી શારદા સિંહાએ કહ્યું કે, સારવાર માટે જઈ રહી છું, ફરી તમારા વચ્ચે આવીશ ત્યાં સુધી તમે લોકો મારા માટે પ્રાર્થના કરજો.

શારદા સિંહા એક ભારતીય લોક ગાયિકા છે. તેમનો જન્મ 1 ઓક્ટોબર 1952માં બિહારમાં થાયો હતો. શારદા સિંહાએ મૈથિલી, ભોજપુરી અને મગધી ભાષામાં હજારો ગીત ગાયા છે.

ગીત સંગીતના ક્ષેત્રમાં સેવા કરવા અને સામાજિક ધરોહર લોક સંસ્કૃતિ સભ્યતા અને સંસ્કારને જાળવી રાખવા માટે તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી સન્માનીત કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.