બોલીવુડની દંબગ ગર્લ સોનાક્ષી સિંહાની આગામી ફિલ્મ "ખાનદાની શફાખાના"નો પ્રથમ પોસ્ટર જાહેર કરવામાં આવ્યો છે.પોસ્ટરમાં અભિનેત્રી કેટલાક લોકો વચ્ચે ઉભી જોવા મળી રહી છે.તેની આસ પાસ કેટલાક લોકો પણ ઉભા જોવા મળી રહ્યા છે.તેઓ કોઇ ન કોઇ વસ્તુથી તેમનો ચહેરો છુપાવી રહ્યા છે.
સોનાક્ષી સિંહા એ આ પોસ્ટર તેના ઇંસ્ટ્રાગ્રામ પર શેર કર્યો છે અને લખ્યું કે હું જેટલું બોલીસ લોકોને અટલી જ શર્મ આવશે. "ખાનદાની શફાખાના" બે દિવસ બાદ આ ફિલ્મનો ટ્રેલર આવશે. જણાવી દઇએ કે આ ફિલ્મમાં સોનાક્ષી બેબી બેદીના નામથી જોવા મળશે.
ગુલશન કુમાર તથા ટી સીરીઝના બેનર અંતર્ગત આ ફિલ્મનો નિર્દર્શન શિલ્પી દાસગુપ્તાએ કર્યું છે.આ ફિલ્મ 26 જુલાઇના રોજ સિનેમાઘરોમાં આવશે.