- દિગ્ગજ અભિનેતા દિલીપકુમારની (Dilip kumar)તબિયત અંગે બહાર આવી માહિતી
- પારિવારિક મિત્ર ફૈઝલ ફારૂકીએ જણાવી વિગત
- દિલીપકુમારને હવે ઠીક છેઃ ફૈઝલ ફારુકી
હૈદરાબાદ- ડોકટરોની સલાહ મુજબ દિલીપકુમારને (Dilip Kumar health update) હમણાં હોસ્પિટલમાં જ રાખવામાં આવશે. જ્યાં તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને જરૂરી સારવાર આપી શકાશે. જોકે પરિવારનું માનવું છે કે એક કે બે દિવસમાં દિલીપકુમારને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. તેમણે કહ્યું કે પરિવારે શુભેચ્છકોની પ્રાર્થના બદલ આભાર માન્યો છે.
ગયા મહિનાની શરૂઆતમાં શ્વાસ લેવામાં સમસ્યા બાદ દિલીપકુમારને (Dilip Kumar health update) તે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હિન્દી સિનેમાના આ દિગ્ગજ અભિનેતાને દ્વિપક્ષીય પ્લુઅરલ ફ્યુઝન હોવાનું નિદાન થયું હતું. જેમાં ફેફસાંની બહારના પ્લુરાના સ્તરો વચ્ચે વધારે પ્રવાહી બને છે અને સફળ સારવાર પછી પાંચ દિવસ બાદ તેમને રજા આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ અભિનેતા દિલીપ કુમાર (Dilip Kumar)ને શ્વાસ લેવામાં તકલીફ, હિન્દુજા હોસ્પિટલમાં દાખલ
'ટ્રેજેડી કિંગ' તરીકે ઓળખાતા દિલીપકુમારે (Dilip Kumar health update) 1948માં 'જવાર ભાટા' ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને પાંચ દાયકાની લાંબી કેરિયર રહી હતી. આ લાંબી કારકિર્દીમાં તેમણે 'મુગલ-એ-આઝમ', 'દેવદાસ', 'નયા દૌર', 'રામ ઔર શ્યામ' જેવી હિટ ફિલ્મો આપી. તે છેલ્લે 1998ની ફિલ્મ 'કિલા' માં જોવા મળ્યાં હતાં. અભિનેતા નસીરુદ્દીન શાહ પણ ખારની હિન્દુજા હોસ્પિટલમાં ન્યુમોનિયાની સારવાર લઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ અભિનેતા દિલીપકુમાર(Dilip Kumar)નેે હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા