ETV Bharat / sitara

Sushant Singh Rajput Birth Anniversary: નાની ઉંમરે પ્રખ્યાત થનાર સુંશાતને આજે પણ લોકો નથી ભુલી શક્યાં

author img

By

Published : Jan 21, 2022, 11:19 AM IST

આજે શનિવારના સુશાંત સિંહ રાજપૂતનો જન્મ દિવસ (Sushant Singh Rajput Birth Anniversary) છે. સુશાંતે માત્ર 35 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું હતું, પરંતુ આ નાનકડા કરિયરમાં સુશાંતે (bollywood actor sushant singh rajput) જે સ્થાન હાંસલ કરી લીધું હતું તે આજે લોકોનું સપનું છે. સુશાંતની કહાની ઘણી મહાન ફિલ્મોનો હિસ્સો છે, જે નાના શહેરોમાંથી આવીને બોલીવુડમાં પોતાનું નામ બનાવવા માંગે છે તે દરેકને પ્રેરણા આપે છે.

Sushant Singh Rajput Birth Anniversary: નાની ઉંમરે પ્રખ્યાત થનાર સુંશાતને આજે પણ લોકો નથી ભુલી શક્યાં
Sushant Singh Rajput Birth Anniversary: નાની ઉંમરે પ્રખ્યાત થનાર સુંશાતને આજે પણ લોકો નથી ભુલી શક્યાં

પટનાઃ બિહારની રાજધાની પટનામાં 21 જાન્યુઆરી, 1986માં જન્મેલા (sushant singh rajput birth anniversary) સુશાંત સિંહ રાજપૂતે લાંબા સમયથી પોતાની એક્ટિંગ સ્કિલથી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી હતી. સુશાંતનો એક વિશાળ ચાહક વર્ગ બની ગયો હતો, જે હજી પણ તે તેજસ્વી અભિનેતાને યાદ કરે છે. 14 જૂન 2020ના ભલે તે સ્ટારે દુનિયાને અલવિદા કહી દીધું, પરંતુ તેના ચાહકો હજુ પણ તેને યાદ કરે છે. સુશાંત સિંહ રાજપૂત એક એવો અભિનેતા (Bollywood actor Sushant Singh Rajput) હતો, જે માયાનગરીની ગ્લેમરસ દુનિયામાં (Glamorous world of Celebrities) કામ કરતી વખતે પણ ચંદ્ર અને તારાઓ તરફ આકર્ષિત થતો હતો.

સુશાંતની યાદો હંમેશા લોકોના દિલમાં જીવંત રહેશે

સુશાંત સિંહ રાજપૂત ફિલ્મ જગતનો એક એવો અભિનેતા હતો જેણે મધ્યમ વર્ગના યુવાનોને પોતાના સપના પર વિશ્વાસ કરવાનું શીખવ્યું હતું. સુશાંતે પોતાના અભિનય દરમિયાન તેણે દરેક પાત્રમાં દિલ અને દિમાગ સાથે વાત કરતો હતો. ઘણી મહેનત અને સમર્પણ સાથે પટનાનો આ યુવક પોતાની પ્રતિભાના જોરે ફેવરિટ સુપરસ્ટાર બની ગયો હતો. ભલે સુશાંત આજે આપણી સાથે નથી, પરંતુ તેની યાદો હંમેશા અમારા અને તમારામાં જીવંત રહેશે.

સુશાંત સિંહ રાજપૂતે ચંદ્ર પર જમીન ખરીદી હતી

કહેવાય છે કે, સુશાંત સિંહ રાજપૂતે ચંદ્ર પર જમીન પણ ખરીદી હતી. ચાર બહેનોના એકમાત્ર ભાઈ સુશાંતે કઈ પીડા, કઈ મુશ્કેલીના કારણે દુનિયાને અલવિદા કહી દીધું હશે, તે હજુ એક કોયડો બની રહી ગયો છે. સુશાંત સ્વપ્ન જોનારની સાથે એક એવો વ્યક્તિ હતો કે, જ્યારે તેનું સ્વપ્ન સાકાર થઇ જાય ત્યારે તે તેના પર ખુશ પણ થતો હતો.

સુશાંત એક સમયે ઈન્ડસ્ટ્રીમાં બેકગ્રાઉન્ડ ડાન્સર હતો

તેના સંઘર્ષના કેટલાક ઉદાહરણો છે. અર્શ સુધી પહોંચેલો સુશાંત એક સમયે ઈન્ડસ્ટ્રીમાં બેકગ્રાઉન્ડ ડાન્સર હતો. ડાન્સરમાંથી એક્ટર બન્યો અને પછી ટીવી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. પહેલા ટીવી શોમાં તેણે એક નાનકડું પાત્ર ભજવ્યું હતું , પરંતુ પછી તે લોકોના દિલમાં લીડ બની ગયું હતું. થોડા વર્ષો ટીવીમાં કામ કર્યા બાદ તે ફિલ્મો તરફ વળ્યો અને અહીં પણ લોકોએ તેને ખૂબ પસંદ કર્યો હતો. જો કે, પોતાની પ્રતિભાને અલગ રીતે પડદા પર ઉતારનાર સુશાંતને પણ તેની કારકિર્દીમાં અલગ રીતે ફિલ્મો પસંદ કરવાનું પસંદ હતું તેમજ તેમની ફિલ્મોના ગીતો આજે પણ લોકોને ખૂબ યાદ આવે છે.

સુશાંતે બાળકોને અવકાશ વિશે શીખવવાનું સપનું જોયું હતું

સુશાંત સિંહ રાજપૂત ઘણું વાંચતો હતો અને તેને માનવીય સંવેદનાઓ સિવાય અલૌકિક દુનિયામાં પણ ખૂબ રસ હતો. તેઓ અભિનેતા હોવાની સાથે સાથે વૈજ્ઞાનિક અને ફિલોસોફર પણ હતો. સુશાંતના સપના બોલિવૂડ પૂરતા મર્યાદિત નહોતા. તેણે વિમાન ચલાવવાનું, તીર ચલાવવાનું, ડાબા હાથથી ક્રિકેટ રમવાનું અને બાળકોને અવકાશ વિશે શીખવવાનું સપનું પણ જોયું હતું. સુશાંતની એક ખાસિયત એ પણ હતી કે, જ્યારે તેનું કોઈ સપનું પૂરું થતું ત્યારે તે તેનું રેકોર્ડિંગ કરીને ઉજવણી પણ કરતો હતો.

આ પણ વાંચો:

કોરોના વાયરસ વચ્ચે અમ્મા-નાના માટે મક્કા-મદીના પહોંચ્યા આ અભિનેતા, જુઓ વીડિયો

મૌની રોયે લગ્નના એક અઠવાડિયા પહેલા કર્યું આવું ફોટોશૂટ, જૂઓ તસવીરો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.