નવી દિલ્હીઃ રૈપર બાદશાહનું તાજેતરમાં ગેંદા ફૂલ' ગીત આવ્યું છે. જેમાં બંગાળી ગીતની લાઈનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બંગાળી ગીતના ગાયક રતન કહાર સાથે બાદશાહ ફરી એક ગીત બનાવવા ઈચ્છે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
બાદશાહના ગેંદા ફૂલ ગીતમાં બંગાળી લાઈન 'બોરો લોકેર બેટી લોગ' લાઈનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બંગાળી ગીતના ગાયક રતન કહારે આ ગીતને લઈ બાદશાહ પર આક્ષેપ પણ કર્યો છે. જોકે બાદમાં બંનેની વાત થઈ અને વિવાદનો અંતે આવ્યો હતો. હવે બાદશાહે આ ગાયક સાથે ફરી એક ગીત બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમજ કહારની બધી રચનાઓને કોપીરાઈટ પણ કરવા માગે છે. જેથી તેમને તેના કામની રોયલ્ટી મળી શકે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
બાદશાહ આ ગીતને લઈ ખુબ જ વિવાદોમાં ઘેરાયા હતા. જોકે બાદમાં તેમણે આ બંગાળી ગીતના ગાયક રતન કહારને 5 લાખ રુપિયા આપવાની જાહેરાત કરી હતી.
આ અંગે બાદશાહે કહ્યું હતું કે, 'વર્તમાન સમયમાં લોકડાઉનને કારણે કામ કરવું મુશ્કેલ છે. પરંતુ જેવું લોકડાઉન પૂર્ણ થશે અને સ્થિતિ સામાન્ય થયા બાદ હું તેમને મળવા માગું છું. તેમજ તેમની (રતન કહાર) સાથે અન્ય ગીત પર કામ કરવા માગું છું. જે ગીતને સોની મ્યૂઝિક ઈન્ડિયા રિલીઝ કરશે
લોકડાઉનને કારણે બાદશાહે રતન કહાર સાથે વીડિયો કોલમાં વાત કરી હતી.