અમીષાએ પોતાની ફિલ્મ 'દેસી મેજિક' માટે અજય કુમાર સિંહ પાસે રૂપિયા ઉધાર લીધા હતા. અજય કુમાર સિંહે જણાવ્યું કે, ત્રણ કરોડ રૂપિયાનો ચેક બાઉન્સ થયા બાદ તેમણે રાંચીની અદાલતમાં કેસ કર્યો છે.
ગત વર્ષે 'દસી મેજિક' નામની ફિલ્મની રિલીઝ માટે અમીષાએ અજય કુમાર પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા અને હવે તે રૂપિયાને સંબંધિત કોઈ વાત કરવા નથી માંગતી. અજય કુમાર સિંહે એવું પણ જણાવ્યું કે, અદાલત દ્વારા અમીષાને સમન્સ મોકલવામાં આવ્યો છે અને તેમને 8 જુલાઈ પહેલા અદાલતમાં હાજર થવાનું છે.
વધુમાં અજય કુમાર સિંહે જણાવ્યું કે, 'જો અમીષા નહીં આવે તો તેમની સામે વોરંટ જાહેર કરવામાં આવશે. અમે 17 જૂને કોર્ટમાં એક વોરંટ જાહેર કરવાનો અનુરોધ કર્યો કારણ કે, અમીષા જવાબ નથી આપી રહી, પરંતુ અદાલતે અરેસ્ટ વોરંટ પહેલા પોલીસ દ્વારા સમન્સ મોકવાનો સૂચન આપ્યું હતું.”
નિર્માતા અનુસાર વર્ષ 2017માં તેમની મુલાકાત અભિનેત્રી સાથે થઈ અને આ દરમિયાન બંને વચ્ચે એક ફિલ્મને લઈને વાત પણ થઈ હતી. આ ફિલ્મ નિર્માણાધીન હતી અને આ ફિલ્મના મોટા ભાગનું શૂટિંગ પૂરુ થઈ ગયુ હતું. પરંતુ અમુક આર્થિક સંકટના કારણે આ પ્રોજેક્ટની વચ્ચે રોકવામાં આવ્યો અને તેના કારણે સિંહે ફિલ્મમાં 2.5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું.
અમીષાએ પોતાના કરિયરની શરૂઆત બૈક-ટૂ બૈક હિટ 'કહો ના પ્યાર હૈ' અને 'ગદર - એક પ્રેમ કથા' થી શરૂ કરી હતી. પરંતુ તેમની બાકીની ફિલ્મોમાં તે એટલી સફળ ન થઈ શકી. તેમની છેલ્લી વખત એક્શન-કૉમેડી ફિલ્મ 'ભૈયાજી સુપરહિટ'મા જોવા મળી હતી.