ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ એક્ટર અને સિંગર આદિત્ય નારાયણના ઘરે ખુશીની લહેર છવાય ગઇ છે. આદિત્ય પિતા બની ગયો છે અને પ્લેબેક સિંગર ઉદિત નારાયણ દાદા બન્યા છે. આદિત્યએ સોશિયલ મીડિયામાં ગુડન્યૂઝ (Social Media) શેર કરી (Aditya narayan Share Good news) છે. આદિત્યએ જણાવ્યું કે, ગત મહિનાની 24 ફેબ્રુઆરીએ તેમના ઘરે પુત્રીનો જન્મ થયો છે. આદિત્યએ વર્ષ 2020માં શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આદિત્યએ ઈન્ટરવ્યુમાં પત્ની શ્વેતાની પ્રેગ્નન્સીનો ખુલાસો કર્યો હતો
આ પહેલા આદિત્ય નારાયણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પત્ની શ્વેતા સાથે ખૂબ જ સુંદર તસવીર શેર કરી હતી. આ તસવીરમાં શ્વેતાનું બેબી બમ્પ દેખાઈ રહ્યું હતું. ફોટામાં બન્ને ખૂબ જ ખુશ લાગી રહ્યાં હતા. આ સાથે આદિત્યએ કહ્યું હતું કે, 'શ્વેતા અને હું એ શેર કરીને આભારી અને આશીર્વાદ અનુભવી રહ્યા છીએ કે, અમે ટૂંક સમયમાં અમારા પ્રથમ બાળકનું સ્વાગત કરી રહ્યાં છીએ' #BabyOnTheWay. અગાઉ, આદિત્ય નારાયણે એક ઈન્ટરવ્યુમાં પત્ની શ્વેતાની પ્રેગ્નન્સીનો ખુલાસો કર્યો હતો.
આ પણ વાંચો: Samantha Ruth Prabhu Upcoming Films: સામંથા રુથ પ્રભુ અને વિજય દેવરાકોંડા આવશે સાથે
મને હંમેશાથી બાળકોનો ખૂબ શોખ રહ્યો છે: આદિત્ય નારાયણ
આદિત્યએ કહ્યું, 'શ્વેતા અને હું અમારા જીવનની આ નવી શરૂઆતની રાહ જોઈ રહ્યા છીએ, આ એક સંપૂર્ણપણે અલગ અહેસાસ છે, મને હંમેશાથી બાળકોનો ખૂબ શોખ રહ્યો છે અને હું કોઈના કોઇ દિવસ પિતા બનવા માંગતો હતો. હવે, શ્વેતાને વધુ કામ કરવું પડશે, કારણ કે હું એક બાળકથી ઓછો નથી. તાજેતરમાં જ અમે એક તોફાની ગોલ્ડન રીટ્રીવર પણ અપનાવ્યું છે. અમારું ઘર ટૂંક સમયમાં ઓક્ટેન ઉર્જાથી ખીલી ઉઠશે.
પિતા તેમની પુત્રીની સૌથી નજીક હોય: આદિત્ય નારાયણ
આદિત્યએ આગળ કહ્યું, 'તે શું ઇચ્છે છે,' સિંગરે કહ્યું, 'હું દીકરીનું ખુલ્લેઆમ સ્વાગત કરવા માંગુ છું, કારણ કે પિતા તેમની પુત્રીની સૌથી નજીક હોય છે'. દાદા-દાદી બનવાની તેના માતા-પિતાની ઉત્સુકતા અંગે આદિત્યએ કહ્યું, "મારા માતા-પિતા બન્ને ખુશ છે કે, તેઓ ટૂંક સમયમાં દાદા-દાદી બનવાના છે, પરંતુ મારા પિતા ખુશી વ્યક્ત કરવામાં મારા જેવા છે. થોડા શરમાળ છે.
આ પણ વાંચો: Film Vikram Release Date: કમલ હાસનની ફિલ્મ 'વિક્રમ'ની રિલીઝ ડેટ આ દિવસે થશે જાહેર