- જુહી ચાવલાએ સોશિયલ મીડિયા પર વીડિયો કર્યો શેર
- દિલ્હી હાઈકોર્ટે જુહી ચાવલાને ફટકાર્યો છે 20 લાખ રૂપિયાનો દંડ
- જુહી ચાવલાએ વીડિયોમાં અનેક સ્પષ્ટતા કરી
અમદાવાદઃ થોડા દિવસ પહેલા બોલીવુડ અભિનેત્રી જુહી ચાવલાએ દિલ્હી હાઈકોર્ટમાં 5જી મુદ્દે એક અરજી દાખલ કરી હતી. જોકે, કોર્ટે તેની અરજી અંગે કહ્યું હતું કે, આ અરજી પબ્લિસિટી માટે કરી હોય તેમ લાગી રહ્યું છે એટલે હાઈકોર્ટે અભિનેત્રીને 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ જુહી ચાવલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
સાચો સંદેશ લોકો સુધી ન પહોંચી શક્યોઃ જુહી
જુહી ચાવલાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કહી રહી છે કે, છેલ્લા થોડા દિવસમાં એટલો ઘોંઘાટ થયો કે હું પોતાને જ સાંભળી ન શકી અને આ ઘોંઘાટમાં ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ લોકો ચૂકી ગયા. તે છે કે, આપણે 5જી વિરૂદ્ધ નથી, પરંતુ અમે તો તેનું સ્વાગત કરીએ છીએ.
આ પણ વાંચો- અરવલ્લીની પોલીસે માસ્ક નહી પહેરનારા પાસેથી 40 લાખથી વધુનો દંડ વસૂલ્યો
ઓથોરિટી એક વાર સ્પષ્ટ કરી દે કે 5જી સલામત છેઃ જુહી
જુહી ચાવલાએ વીડિયોમાં વધુમાં ઉમેર્યું હતું કે, અમે ફક્ત એટલું પૂછી રહ્યા છે કે જે ઓથોરિટી છે તે આ સર્ટિફાઈ કરી દે કે તે સલામત છે. પોતાની સ્ટડીઝ, રિસર્ચમાં પબ્લિક ડોમેઈનમાં પબ્લિશ કરી દો એટલે અમારો ડર નીકળી જાય. અમે લોકો આરામથી સુઈ જઈએ. અમે ફક્ત એ જાણવા માગીએ છીએ કે, બાળકો, ગર્ભવતી મહિલાઓ, વડીલો અને પ્રકૃતિ માટે આ સલામત છે. બસ આટલું જ પૂછી રહ્યા છીએ. આપને જણાવી દઈએ કે, જુહી ચાવલાએ દિલ્હી હાઈકોર્ટમાં 5જી ટેક્નોલોજી લાગુ કરવા મામલે પહેલા મનુષ્યો અને પશુ-પક્ષીઓ પર તેની અસરની તપાસ કરવાની અપીલ કરી હતી. જુહીએ અરજીમાં રેડિએશનની અસરની પણ તપાસ કરવાની માગ કરી હતી. આ સાથે જુહીએ કહ્યું હતું કે, એ પણ સ્પષ્ટ થવું જરૂરી છે કે, આનાથી દેશની વર્તમાન અને આવનારી પેઢીને કઈ રીતે નુકસાન થઈ શકે છે.