ETV Bharat / opinion

લોક અદાલત વધુ મજબુત થવા પાત્ર છે

author img

By

Published : Apr 12, 2021, 10:14 PM IST

લોક અદાલતો મુખ્યત્વે જમીન સંપાદન, મજૂરીના વિવાદો, પેન્શન, ગ્રાહક બાબતો, વીજળી, ટેલિફોન અને નિગમોથી સંબંધિત બાબતો સાથે કામ કરે છે. જો સરકાર સામાન્ય લોકો પ્રત્યે સમાધાનકારી વલણ અપનાવે, તો પછી આવા કેસો કોર્ટમાં ગયા વિના નિકાલ લાવી શકાય છે અને આ રીતે અદાલતમાં વિલંબિત કેસોની સંખ્યા ઘટાડી શકાય છે. સમયની જરૂરિયાત એ છે કે સરકારે લોક અદાલતની સાથે કાનૂની ક્લિનિક્સને મજબૂત બનાવવું જોઈએ.

લોક અદાલતને વધુ મજબૂત કરવાની આવશ્યકતા છે

ભારતના બંધારણની કલમ 39 એ સમાજના ગરીબ અને ખૂબ નબળા વર્ગોને નિઃશુલ્ક કાનૂની સહાયની જોગવાઈ કરે છે અને બધા માટે ન્યાયને સુનિશ્ચિત કરે છે. દેશ સ્વતંત્ર થયા પછી લગભગ ચાર દાયકા એટલે કે વર્ષ 1987માં, ભારત સરકાર બધાને સમાન તક પૂરી પાડવા કાનૂની સેવાઓ વિસ્તારવાનો બંધારણીય હેતુ પ્રાપ્ત કરવા જાગી. કાનૂની સેવા અધિકાર અધિનિયમને 1987માં સંસદે અનુમતિ આપી હતી પરંતુ આ અધિનિયમનો અમલ 1995માં કરાયો તે પછી જ રાષ્ટ્રીય કાનૂની સેવા પ્રાધિકરણ અસ્તિત્વમાં આવ્યું હતું.

તે પછી સામાન્ય માણસને ત્વરિત ન્યાય અપાવા લોક અદાલત અને અન્ય વૈકલ્પિક વિવાદ નિવારણ વ્યવસ્થાઓ અસ્તિત્વમાં આવી. ગત શનિવારે તેલંગણા ખાતે ચોથી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. આ લોક અદાલતના પરિણામમે નહીં નહીં તો 39,000 કેસોનો નિવેડો આવ્યો અને વિવિધ કેસોમાં વ્યથિત પક્ષો (પાર્ટી)ને રૂપિયા 49 કરોડ જેટલું વળતર આપવામાં આવ્યું. મહારાષ્ટ્ર, દિલ્લી, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ સહિત 16 રાજ્યોએ કૉવિડના ઊછાળાના કારણે લોક અદાલત મોકૂફ કરી દીધી. કર્ણાટકે માર્ચના અંતિમ સપ્તાહમાં અદાલત યોજી હતી અને 3.3 લાખ કેસો ઉકેલ્યા હતા જેમાં રૂપિયા 1,000 કરોડ જેટલું વળતર વિતરિત કરવા અપાયું હતું.

ગયા વર્ષે જ્યારે કૉવિડની અસર સૌથી ખરાબ હતી ત્યારે દેશમાં રાષ્ટ્રીય લોક અદાલત બે વાર યોજાઈ હતી અને ન્યાયાલયની બહાર 12.6લાખ કેસો ઉકેલાયા હતા અને રૂપિયા 1,000 કરોડ કરતાં વધુ વળતર અપાયું હતું.

24 રાજ્યનું રાજ્ય સ્તરીય કાનૂની સેવાઓ પ્રાધિકરણ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમની મદદથી ઇ-લોક અદાલત યોજતાં આવ્યાં છે અને આ રીતે આવશ્યકતાવાળાઓને ત્વરિત ન્યાય આપી રહ્યા છે. આ બતાવે છે કે આપણી કાનૂની પ્રણાલિ ઝડપથી નવી ટૅક્નૉલૉજી અપનાવી રહી છે.

લોક અદાલત પ્રણાલિ જેવું વિશ્વમાં ક્યાંય પણ કોઈ નથી. વર્ષોનો જે અનુભવ પ્રાપ્ત થયો છે તેનો લાભ લઈને તેને વધુ અસરકારક બનાવવાની આવશ્યકતા છે.

કરોડો યાચિકાકર્તા લોકો દુ:ખી છે કારણકે આપણું ન્યાયતંત્ર દાયકાઓથી અનિર્ણિત કેસોના વધુ બોજાનો ભાર વહન અને સહન કરી રહ્યું છે. પરિસ્થિતિને કેવી રીતે સુધારી શકાય તેના માટે વિચારોની કોઈ કમી નથી. જોકે સમસ્યા અમલમાં રહેલી છે.

દેશભરમાં જિલ્લા અને તાલુકા ન્યાયાલયોમાં અનિર્ણિત કેસોના લગભગ 17 ટકા કેસો ત્રણથી પાંચ વર્ષ પહેલાં નોંધાયા હતા. તેનાથી ઉપરનાં ન્યાયાલયોમાં 20.4 ટકા કેસો પાંચથી દસ વર્ષથી અનિર્ણિત પડેલા છે અને 17 ટકા કેસો વીસ વર્ષથી અનિર્ણિત પડેલા છે.

50 ટકાથી વધુ કેસોમાં, ફરિયાદી રાજ્ય અને કેન્દ્ર સરકારો હોય છે. આ પ્રકારની સ્થિતિનો કોઈ જોડ નથી. ત્રણ દાયકા પહેલાં, કાયદા પંચે કેસની યોગ્ય પ્રક્રિયા અનુસરીને કેસોની અનિર્ણાયકતા ઘટાડવા સૂચન કર્યું હતું. સર્વોચ્ચ ન્યાયાલયે પણ અગાઉ કહ્યું હતું કે તેમના નાગરિકો પ્રત્યે સરકારોનું વલણ મૈત્રીપૂર્ણ હોવું જોઈએ, અને નહીં કે સંઘર્ષકારી.

લોક અદાલતમાં આવતા મોટા ભાગના કેસો જમીન સંપાદન, શ્રમ વિવાદો, પેન્શન, ગ્રાહકોની ફરિયાદો અને વીજળી, ટેલિફૉન અને નગરપાલિકા સેવાઓને લગતી બાબતો હોય છે. સર્વોચ્ચ ન્યાયાલયે સૂચવ્યા પ્રમાણે, સરકારના અધિકારીઓએ લોકો પ્રત્યે સંઘર્ષકારી અભિગમ દાખવવાના બદલે મૈત્રીપૂર્ણ અભિગમ દાખવવો જોઈએ.

લોકોનાં ન્યાયાલયો તરીકેની તેમની છબીની જેમ, લોક અદાલતોએ એ રીતે ન્યાય આપવો જોઈએ જેથી ફરિયાદીના હૃદય પરનો બોજો હળવો થઈ જાય. વર્ષ 2011માં નાલસા (રાષ્ટ્રીય કાનૂની સેવા પ્રાધિકરણ)એ સૂચન કર્યું હતું કે દેશના અંતરિયાળ વિસ્તારોમાં કાનૂની સેવાઓને સુનિશ્ચિત કરવા, દરેક ગામ અથવા તાર્કિક રીતે રચાયેલા ગામોના સમૂહમાં ઓછામાં ઓછું એક કાનૂની નિદાનગૃહ (લિગલ ક્લિનિક) સ્થપાવું જોઈએ. આજે 14,000 કરતાં વધુ આવાં કાનૂની નિદાનગૃહો છે, જ્યારે દેશમાં ગામોની કુલ સંખ્યા છ લાખ આસપાસ છે. ન્યાયને લોકોના દરવાજે લઈ જવા માટે લોક અદાલત પ્રણાલિને વધુ મજબૂત કરવાની આવશ્યકતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.