સમગ્ર રાજ્યમાં ગુન્હાખોરીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે મંદિરમાં પણ ચોરી કરવાનું આરોપીઓએ બાકી નથી રાખ્યું. ત્યારે અમદાવાદમાં આવેલા અડાલજ મંદિર તેમજ મહેસાણાના ઊંઝાના મંદિરમાં ચોરોએ દાનપેટીની જ ચોરી કરી લીધી હતી. ત્યારે અમદાવાદની વટવા પોલીસ વિભાગ દ્વારા જે ટોળકીના સભ્યની ધરપકડ કરવામાં આવી છે.
વટવા પોલીસ દ્વારા વાહનોની તપાસ કાર્યવાહિ ચાલી રહી હતી. તે દરમિયાન એક શંકાસ્પદ ઇનોવા ગાડીને રોકી તેનું તપાસ કરવામાં આવી હતી. ત્યારે તે કારમાંથી સફેદ કાળા કલરનો પૈસા ભરેલો થેલો મળી આવ્યો હતો. જેમાંથી કુલ 43,458 રૂપિયાની કિંમતની 50, 20, 10 અને 5 રૂપિયાની ચલણી નોટો સહિત પરચુરણ મળી આવ્યું હતું. તો આ આરોપી પાસેથી મોબાઈલ ફોન અને ઇનોવા ગાડી મળીને કુલ 3,52,985નો મુદ્દામાલ પોલીસ વિભાગ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો.
તો સમગ્ર મામલે પોલીસ વિભાગ દ્વારા વસ્તારામ નામક એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીએ મુદ્દામાલ ઊંઝાના સાંઈબાબાના મંદિરની દાનપેટી તેમજ કલોલની રામદેવપીર મંદિરની દાનપેટીનો હોવાનું કબુલ્યું હતું. આ ગુન્હામાં અન્ય 3 આરોપી ફરાર છે. જેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.