ETV Bharat / international

Sri Lanka crisis: શ્રીલંકાનું સંકટ વધુ વકર્યું, રાષ્ટ્રપતિના આવાસ બહાર વિરોધ હિંસક બન્યો, 10 ઘાયલ - 10 ઘાયલ

મિરિહાનામાં રાષ્ટ્રપતિ રાજપક્ષેના(President Rajapaksa ) ઘરની બહાર પ્રદર્શનકારીઓની પોલીસ(Colombo Police) સાથે ઘર્ષણ થયું. શ્રીલંકાની સેના સાથે જોડાયેલ એક બસ અને એક જીપને વિરોધીઓએ આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત કોલંબોમાં પોલીસે અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દીધો હતો.

શ્રીલંકાનું સંકટ વધુ વકર્યું, રાષ્ટ્રપતિના આવાસ બહાર વિરોધ હિંસક બન્યો, 10 ઘાયલ

author img

By

Published : Apr 1, 2022, 3:01 PM IST

કોલંબો (શ્રીલંકા): ગુરુવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના(President Rajapaksa) નિવાસસ્થાનની બહાર યોજાયેલા વિરોધ પ્રદર્શનો હિંસકબન્યા બાદ પત્રકારો સહિત ઓછામાં ઓછા દસ લોકો ઘાયલ(10 injured ) થયા હતા. મિરિહાનામાં દેખાવકારો અને પોલીસ વચ્ચેની અથડામણને પગલે છ લોકોને ઈજાઓ થતાં કોલંબો નેશનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અન્ય ચાર દર્દીઓને કાલુબોવિલાની કોલંબો સાઉથ ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ડેઈલી મિરરે અહેવાલ આપ્યો હતો.

ડેઈલી મિરરે હોસ્પિટલના સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો - તમામ ઈજાગ્રસ્ત લોકો પુરૂષ હતા અને તેમાંથી ઘણા પત્રકારો હતા. ટાપુ રાષ્ટ્રમાં હાલના મુદ્દાઓને ઉકેલવામાં સરકારની નિષ્ફળતાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મિરિહાનામાં રાષ્ટ્રપતિ રાજપક્ષેના ઘરની બહાર પ્રદર્શનકારીઓની પોલીસ સાથે ઘર્ષણ થયું. શ્રીલંકાની સેના સાથે જોડાયેલ એક બસ અને એક જીપને વિરોધીઓએ આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત કોલંબોમાં પોલીસે અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દીધો છે.

આ પણ વાંચો: ભારતની વિદેશ નીતિના વખાણ ઘણા વિદેશી વડાપ્રધાનોએ કર્યા છે : શ્રિંગલા

શ્રીલંકાની અર્થવ્યવસ્થામાં ઘટાડો થયો છે - "કોલંબો ઉત્તર, કોલંબો દક્ષિણ, કોલંબો સેન્ટ્રલ અને નુગેગોડા પોલીસ વિભાગમાં તાત્કાલિક અસરથી આગળની સૂચના સુધી પોલીસ કર્ફ્યુ લાદવામાં આવશે," એમ પોલીસ મહાનિરીક્ષકએ જણાવ્યું, ડેઈલી મિરરે અહેવાલ આપ્યો. કોવિડ-19 રોગચાળાના કારણે પ્રવાસન ક્ષેત્રના ક્રેશને કારણે શ્રીલંકાની અર્થવ્યવસ્થામાં ઘટાડો થયો છે. શ્રીલંકા હાલમાં વિદેશી હૂંડિયામણની અછતનો સામનો કરી રહ્યું છે જેના કારણે ઇંધણ, પાવર અને ગેસની અછત સર્જાઈ છે અને તેણે આર્થિક મદદ માટે મિત્ર દેશોની મદદ માંગી છે. શ્રીલંકામાં દરરોજ ઓછામાં ઓછા 10 કલાકનો પાવર કટ જોવા મળી રહ્યો છે. 8 માર્ચથી શ્રીલંકાના ચલણનું પણ US ડોલર સામે લગભગ SLR 90નું અવમૂલ્યન થયું છે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનના નાણા પ્રધાન ખાલિદ પાયેંડા, અમેરિકામાં કેબ ચલાવવા મજબુર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.