ETV Bharat / international

બીજી વાર ચંદ્ર રોકેટ ટેસ્ટનો પ્રોજેક્ટ પડતો મૂકાયો, મોટું જોખમ સામે આવ્યું - test flight of moon rocket

નાસાએ ફરી એકવાર ચંદ્ર રોકેટનું પરીક્ષણ મોકૂફ રાખ્યું છે. ટેસ્ટ ટીમે આ અઠવાડિયે તેનો બીજો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફરીથી કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો હતો. Fuel leak delays, test flight of moon rocket,moon mission

બીજી વાર ચંદ્ર રોકેટ ટેસ્ટનો પ્રોજેક્ટ પડતો મૂકાયો, મોટું જોખમ સામે આવ્યું

author img

By

Published : Sep 3, 2022, 10:58 PM IST

કેપ કેનાવેરલ: યુએસ સ્પેસ એજન્સી નાસાના (NASA Moon Mission) મહત્વાકાંક્ષી નવા ચંદ્ર રોકેટને (Fuel leak delays) શનિવારે ફરીથી ખતરનાક લીકનો અનુભવ થયો હતો. કારણ કે તેના પરીક્ષણની અંતિમ તૈયારીઓ માટે તેને રિફ્યુઅલ કરવામાં આવી રહ્યું હતું. આ અઠવાડિયે તેના બીજા પ્રયાસમાં, પરીક્ષણ ટીમે નાસાના સૌથી (test flight of moon rocket) શક્તિશાળી 322 ફૂટ ઊંચા રોકેટમાં 10 લાખ ગેલન ઇંધણ ભરવાનું શરૂ કર્યું, પરંતુ તે લીક થવા લાગ્યું. જેના કારણે આ પ્રોજેક્ટ યુદ્ધના ધોરણે રોકવો પડ્યો હતો.

ફ્યૂલ લીકની સમસ્યાઃ આ પહેલા સોમવારે ખરાબ એન્જિન સેન્સર અને ફ્યુઅલ લીક થવાને કારણે આ સમસ્યા સર્જાઈ હતી. નાસાના 'લોન્ચ કંટ્રોલ'એ જણાવ્યું હતું કે સૂર્યોદય થતાંની સાથે જ ઓવરપ્રેશર એલાર્મ વાગ્યું હતું અને ફ્યુઅલ ટાંકી ભરવાનું કામ થોડા સમય માટે અટકાવી દેવામાં આવ્યું હતું, પરંતુ કોઈ નુકસાન ન થયું અને ફરી પ્રયાસ કર્યો. જો કે, થોડીવાર પછી, રોકેટના તળિયેના એન્જિન વિસ્તારમાંથી હાઇડ્રોજન ઇંધણ બહાર નીકળવાનું શરૂ થયું. ત્યારપછી નાસાએ મિશન અટકાવ્યું અને નાસાના એન્જિનિયરોએ સીલની નજીક એક છિદ્ર બંધ કરવાનો પ્રયાસ કર્યો.બપોર પછી રોકેટને ટેક ઓફ કરવા માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું અને શનિવારે નાસા પાસે બે કલાક હતા. નાસા રોકેટ દ્વારા ચંદ્રની આસપાસ 'ક્રુ કેપ્સ્યૂલ' મોકલવા માંગે છે અને તે પછી આગામી ફ્લાઇટ દ્વારા અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલવાની યોજના છે. જો મેનીક્વિન્સ સાથે 'કેપ્સ્યુલ' પરીક્ષણનું પાંચ સપ્તાહનું પ્રદર્શન સફળ થાય છે, તો અવકાશયાત્રીઓ 2024માં ચંદ્ર પર ઉડાન ભરી શકે છે અને 2025માં ત્યાં પહોંચી શકે છે. છેલ્લી વાર કોઈ અવકાશયાત્રી 50 વર્ષ પહેલા ચંદ્ર પર ચાલ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.