ETV Bharat / international

UAEનું પહેલું માર્સ મિશન જાપાનના તનેગાશિમા સ્પેસ સેન્ટરથી લોન્ચ - મંગળ ગ્રહ

UAE સ્પેસ એજન્સીએ જણાવ્યું કે, સંયુક્ત અરબ અમીરાતે મંગળ ગ્રહ પર પોતાનું પહેલું અભિયાન લોન્ચ કર્યું છે. UAE ના હોપ માર્સ મિશનને સોમવારે સવારે જાપાનના તનેગાશિમા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

મિશન મંગળ
મિશન મંગળ
author img

By

Published : Jul 20, 2020, 1:40 PM IST

ટોક્યો : સંયુક્ત અરબ અમીરાતે સોમવારે સવારે મંગળ ગ્રહ પર પોતાનું પહેલું અભિયાન લોન્ચ કર્યું છે. UAE ના હોપ માર્સ મિશનને સોમવારે સવારે જાપાનના તનેગાશિમા સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યું હતું. યુએઈની સ્પેસ એજન્સીએ આ માહિતી આપી છે.

મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝના એચ-2એ રોકેટ યુએઇનું યાન લઇને મંગળ ગ્રહ તરફ ઉડાન ભરી છે. મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું કે, માર્સ મિશન હોપ સ્પેસક્રાફટને જાપાની સમય અનુસાર 6:58:14 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ ફેબ્રુઆરી 2021માં મંગળની કક્ષામાં પહોંચશે. આ મિશનનો હેતુ મંગળ ગ્રહનું પર્યાવરણ અને હવામાન વિભાગની જાણકારી એકત્ર કરવાનો છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં UAE ના મંગળ અભિયાનની લોન્ચિંગ ખરાબ હવામાનને કારણે રોકવી પડી હતી. જાપાનના એચ 2 એ રોકેટના માધ્યમથી બુધવારે દક્ષિણી જાપાનના તનેગાશિમા અંતરિક્ષ કેન્દ્રથી રવાના થવાનું હતું. પરંતુ તે શુક્રવાર સુધી મુલતવી રાખવામાં આવ્યું. જોકે, નવી લોન્ચિંગ તારીખ જણાવવમાં આવી નહોતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.