- મિસ્રની રાજધાનીમાં આવેલી કપડાની ફેક્ટરીમાં આગ
- અચાનક જ લાગેલી આગના કારણે 20 લોકોના મૃત્યુ
- ઘટનાના 24 ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
આ પણ વાંચોઃ સાહિબાબાદની એક ફેક્ટરીમાં ભીષણ આગ, 13 લોકો આગની ઝપેટમાં
કાહિરાઃ મિસ્રની રાજધાની પાસે આવેલી કપડાની એક ફેક્ટરીમાં ગુરુવારે ભીષણ આગ લાગી હતી, જેમાં 20 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમની હાલત ગંભીર છે. સરકાર તરફથી મળતી માહિતી અનુસાર, ઓબોરમાં 4 માળની ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ હાલમાં જાણવા મળ્યું નથી.
આ પણ વાંચોઃ કલકત્તાના બહુમાળી ઈમારતમાં લાગી આગ, 9 લોકોનાં મોત, વડાપ્રધાન મોદીએ મૃતકોને કરી 2 લાખની સહાય
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
એક નિવેદનમાં આગ કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, એમ્બુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.